1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં નવા સચિવાલય કેમ્પસમાં 15 દિવસમાં 5 ઝેરી સાપ પકડાયા
ગાંધીનગરમાં નવા સચિવાલય કેમ્પસમાં 15 દિવસમાં 5 ઝેરી સાપ પકડાયા

ગાંધીનગરમાં નવા સચિવાલય કેમ્પસમાં 15 દિવસમાં 5 ઝેરી સાપ પકડાયા

0
Social Share

ગાંધીનગર, 2 જુન, 2026 5 poisonous snakes caught in 15 days at the new secretariat campus  પાટનગર ગાંધીનગરના નવા સચિવાલયના કેમ્પસમાં છેલ્લા 15 દિવસમાં 5 ઝેરી સાપ પકડાયા છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે ઠંડકની શોધમાં  ઝેરી સાપ દરમાંથી બહાર નિકળી રહ્યા છે.  સોમવારે સવારે સચિવાલયના ગેટ નં. 1 પાસે આવેલા પ્લાન્ટેશનમાં ઝેરી પ્રજાતિનો ખડચિતળો જોવા મળતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે માળીકામ કરી રહેલા કર્મચારીઓની સતર્કતાને કારણે સમયસર જાણ થતાં સાપને સુરક્ષિત પકડી લેવાયો હતો.

ગાંધીનગરના નવા સચિવાલયમાં ગેટ નંબર-1ની નજીક સોમવારે સવારે અંદાજે 9.45 વાગ્યાના અરસામાં પ્લાન્ટેશનમાં માળીકામ કરી રહેલા કર્મચારીઓનું ધ્યાન સાપ પર પડ્યું હતું. પ્લાન્ટેશનની આસપાસ એક ઝેરીલો સાપ જોવા મળતા કર્મચારીઓએ તાત્કાલિક સાવચેતી દાખવી સ્થળ પરથી દૂર ખસી ગયા હતાં. ત્યારબાદ આ અંગેની જાણ સચિવાલય સુરક્ષા અને વહીવટી તંત્ર દ્વારા વન્ય જીવોના મિત્ર અને સર્પ રેસ્ક્યુની કામગીરીમાં નિપુણ એવા નિવૃત્ત બેન્ક મેનેજર પ્રદીપ સોલંકીને કરવામાં આવી હતી. જેના પગલે ​પર્યાવરણ પ્રેમી પ્રદીપ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સાવચેતી સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અત્યંત ઝેરી ગણાતા ખડચિતળાને સહીસલામત રીતે પકડી પાડીને સુરક્ષિત કન્ટેનરમાં કેદ કર્યો હતો. બાદમાં આ સર્પને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

અત્રે ​ઉલ્લેખનીય છે કે, છેલ્લા પંદર દિવસના ગાળામાં જ નવા સચિવાલય પરિસરમાંથી પ્રદીપ સોલંકી દ્વારા કુલ 5 સર્પોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં અતિ ઝેરી ગણાતા ખડચિતળા અને નાગ જેવા સર્પોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય બિનઝેરી સર્પોને પણ તેમણે સલામત રીતે બચાવ્યા છે. ગરમીને લીધે ઠંડકની શોધમાં સર્પો બહાર નીકળતા હોવાથી સાવચેત રહેવું જરૂરી બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા પણ કર્મચારીઓને આવા સમયે ગભરાવાને બદલે તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code