1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં રોડ પર બમ્પને લીધે ટ્રેકટરમાંથી ગબડી જતા 6 વર્ષની બાળકીનું મોત
ગાંધીનગરમાં રોડ પર બમ્પને લીધે ટ્રેકટરમાંથી ગબડી જતા 6 વર્ષની બાળકીનું મોત

ગાંધીનગરમાં રોડ પર બમ્પને લીધે ટ્રેકટરમાંથી ગબડી જતા 6 વર્ષની બાળકીનું મોત

0
Social Share

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026: શહેરના સેક્ટર-24  સાઈબાબા ચાર રસ્તા પાસે આજે સવારે ટ્રેક્ટરચાલક પિતાએ ગફલતભરી રીતે રોડ પરનો બમ્પ કુદાવતા ટ્રેકટરમાંથી 6 વર્ષની દીકરી ઉછળીને રોડ પર પટકાઈ હતી. એજ ઘડીએ માતાની નજર સામે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા દીકરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર 21 પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રામપુરી ગામનો વતની અને હાલ ગાંધીનગરમાં બોરિંગ ટ્રેક્ટર ચલાવતો પરિવાર વહેલી પરોઢિયે સેક્ટર-27 તરફ જઈ રહ્યો હતો. એ વખતે ટ્રેક્ટર બાલુ પુનીયા ચારેલ હંકારી રહ્યા હતા. જ્યારે તેમની પત્ની સોમીલાબેન અને ચાર બાળકો ટ્રેક્ટર પર બેઠા હતા.દરમિયાન સેક્ટર-24 સાઈ બાબા મંદિર પાસે આવેલા બમ્પ પરથી પિતાએ ટ્રેક્ટર પૂરઝડપે કુદાવતા બાજુમાં બેઠેલી 6 વર્ષની દીકરી કલ્પા રોડ પર નીચે પટકાઈ હતી. જોકે પિતા ટ્રેક્ટર ઉભું રાખે તે પહેલા જ પાછળનું ટાયર માસૂમ દીકરીના માથા પરથી ફરી વળ્યું હતું. આ દ્રશ્ય જોઈ માતાએ હૈયાફાટ રૂદન કરી મૂક્યું હતું. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ અંગે દીકરીને ગુમાવનાર સોમીલાબેને પતિની બેદરકારી અને ગફલતભરી ડ્રાઈવિંગને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની ફરિયાદ નોંધાવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code