1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણામાં DILR કચેરીના સર્વેયર રૂપિયા 70.000ની લાંચ લેતા પકડાયા
મહેસાણામાં DILR કચેરીના સર્વેયર રૂપિયા 70.000ની લાંચ લેતા પકડાયા

મહેસાણામાં DILR કચેરીના સર્વેયર રૂપિયા 70.000ની લાંચ લેતા પકડાયા

0
Social Share

મહેસાણા, 26 જુન, 2026 Surveyor caught taking bribe શહેરમાં આવેલી જિલ્લા લેન્ડ રેકર્ડ કચેરીના લાયસન્સી સર્વેયર આશિષકુમાર ભીખાભાઇ પરમાર  જમીન માપણીના કામ માટે રૂપિયા 70,000ની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં 1.90 લાખની રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જેમાં કામ થતા પહેલા 70.000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ નોંધાવતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ગાંધીનગર એસીબીની ટીમે ગુરુવારે સાંજે જૂની કોર્ટ કેમ્પસમાંથી સર્વેયરને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, મહેસાણાના બહુચરાજી તાલુકાના સુરજ ગામના એક યુવા ખેડૂતને પોતાની જમીનની હિસ્સા દુરસ્તી માટે મામલતદારનો હુક્મ મળ્યા બાદ, તેની માપણી અને નક્શો બનાવવાનો હતો. એટલે તેમણે મહેસાણાના બહુમાળી સંકુલમાં આવેલી DILR કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે કુલ 1.90 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી 70 હજાર રૂપિયા અત્યારે અને બાકીની રક્મ કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. ખેડૂત યુવાન લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો હતો. આ અંગે ACBના પીઆઈ ડી.એ. ચૌધરી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. યુવક જ્યારે 70 હજાર રૂપિયા લઈને પહોંચ્યો, ત્યારે આરોપી આશિષ પરમાર કોઈને શંકા ન જાય તે માટે યુવકને જૂની કોર્ટ કેમ્પસમાં ચાની કીટલી પર લઈ ગયો હતો. ત્યાં રૂપિયા સ્વીકારતા જ ACBની ટીમે આશિષ પરમાર (રહે.આકબા,તા.બહુચરાજી)ને ઝડપી પાડયો હતો. આરોપીના ઘરે પણ ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કઈ વાંધાજનત વસ્તુ મળી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code