Homeગુજરાતીઅજમેર બહુચર્ચિત બ્લેકમેલ કેસમાં કોર્ટે આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

અજમેર બહુચર્ચિત બ્લેકમેલ કેસમાં કોર્ટે આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

  • પોસ્કો અદાલતે આરોપીઓને સજાની સાથે દંડ ફટકાર્યો
  • વર્ષ 1992માં 100થી વધારે વિદ્યાર્થિનીઓનું શોષણ કરાયું હતું

અજમેરના બહુચર્ચિત બ્લેકમેલ કેસમાં કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે આ કેસમાં છ ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તેમના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વર્ષ 1992માં કોલેજની વિદ્યાર્થિનીઓ પર સામૂહિક બળાત્કાર થયો હતો, જેના પર કોર્ટે આજે સજાની જાહેરાત કરી છે. કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. વાંધાજનક ફોટોગ્રાફ્સ લઈને સ્કૂલની વિદ્યાર્થિનીઓને બ્લેકમેઈલ કરવાના કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

કેસની હકીકત અનુસાર, 32 વર્ષ પહેલા 100થી વધુ વિદ્યાર્થિનીઓને બ્લેકમેલ કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીન હુસૈનનો સમાવેશ થાય છે. આ ઘટના સામે આવતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં કુલ 19 આરોપીઓ હતા, જેમાંથી 9ને અત્યાર સુધીમાં સજા થઈ ચૂકી છે. ઘટનાના બે વર્ષ બાદ 1994માં એક આરોપીએ આત્મહત્યા કરી હતી. એક આરોપી હજુ ફરાર હોવાનું કહેવાય છે.

આરોપીઓ પહેલા વિદ્યાર્થિનીઓને લાલચ આપીને અપહરણ કરતા હતા અને પછી વાંધાજનક ફોટા પાડીને બ્લેકમેલ કરતા હતા. પીડિતાઓની  ઉંમર 11 થી 20 વર્ષની આસપાસ હતી. આ વિદ્યાર્થિનીઓ અજમેરની જાણીતી શાળામાં અભ્યાસ કરતી હતી. આ સનસનીખેજ ઘટના સામે આવ્યા બાદ રાજસ્થાનની તત્કાલીન ભૈરો સિંહ શેખાવત સરકારે CBCID તપાસના આદેશ આપ્યા હતા. અજમેર યૂથ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ ફારૂક ચિશ્તી તેના સાગરિતો સાથે વિદ્યાર્થિનીઓને ટાર્ગેટ કરતો હતો. ધમકીઓને પગલે પીડિત વિદ્યાર્થિનીઓએ પોલીસને નિવેદન આપવાનું ટાળ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીના વધુ પ્રભાવને કારણે પોલીસ કાર્યવાહી કરવામાં આનાકાની કરી રહી હતી. તત્કાલિન મુખ્યમંત્રી ભૈરો સિંહ શેખાવતના આદેશ પર પોલીસે કેસ નોંધવો પડ્યો હતો. અજમેરની સત્ય ઘટના પર ‘અજમેર ડાયરી’ નામની ફિલ્મ પણ બની છે. આ ફિલ્મ 1992ની ભયાનક ઘટના પર પ્રકાશ પાડે છે.

#JusticeServed #POSCOVerdict #AjmerCase #LifeImprisonment #EndBlackmail #LegalVictory #CrimeAndPunishment #ProtectOurChildren #JusticeForVictims #AjmerJustice

સંબંધિત લેખો

Most Popular