
અમેરિકા: ઉત્તરી ઇડાહોમાં સ્નાઈપર ફાયરિંગમાં બે ફાયર ફાઇટરોના મોત
અમેરિકાના ઉત્તરી ઇડાહોમાં જંગલની આગ ઓલવવા દરમિયાન ફાયર ફાઇટર પર સ્નાઇપર વડે હુમલા કરવામાં આવતા બે લોકોના મોત થયા હતા. એક ફાયર ફાઇટર ઘાયલ થયો છે. ગોળીબાર હજુ બંધ થયો નથી. ઉત્તરી ઇડાહોમાં કોયુર ડી’એલેનના પૂર્વી ભાગમાં 24 એકરના પાર્ક કેનફિલ્ડ માઉન્ટેન નેચરલ એરિયામાં સમયાંતરે ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે.
અહેવાલો અનુસાર, કોયુર ડી’એલેન નજીક કાયદા અમલીકરણ એજન્સીઓ દર સપ્તાહના અંતે રાહદારીઓની સુવિધા માટે અસામાજિક તત્વોને ભગાડે છે. અધિકારીઓએ આવા લોકોને પકડવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન ગોળીબાર શરૂ થયો.
કુટેનાઈ કાઉન્ટી શેરિફ રોબર્ટ નોરિસે સાંજે 4:30 વાગ્યે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “અમે ચોક્કસપણે સ્નાઈપર ફાયરનો અનુભવ કરી રહ્યા છીએ.ગોળીબારમાં કેટલા લોકો ઘાયલ થયા તે સ્પષ્ટ નથી, પરંતુ બે ફાયર ફાઇટરોના મોત થયા છે. તેમણે વધુમાં કહ્યું કે, કાયદા અમલીકરણ એજન્સીઓ નિર્દોષ લોકોની હત્યા કરનાર સ્નાઈપરને શોધી રહી છે. પર્વતારોહકો હજુ પણ પર્વત પરથી નીચે ઉતરી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, કેનફિલ્ડ માઉન્ટેન નેચરલ એરિયા પાર્કમાં ગીચ જંગલવાળા હાઇકિંગ અને બાઇકિંગ રૂટ પર ગોળીબાર થઈ રહ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ફોરેસ્ટ સર્વિસના હેન્ડઆઉટ અનુસાર, પાર્કમાં 25 માઇલથી વધુ રસ્તાઓ છે. સ્થાનિક રહેવાસી માર્ક લેથ્રોપના જણાવ્યા અનુસાર, તેમની પત્ની અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કેનફિલ્ડ માઉન્ટેન નેચરલ એરિયામાં હાઇકિંગ કરે છે. અહીં ગુનેગારો માટે છુપાવવા માટે ઘણી જગ્યાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ઇડાહોને પેનહેન્ડલ પણ કહેવામાં આવે છે. આ વિસ્તાર કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલંબિયા, વોશિંગ્ટન રાજ્ય અને મોન્ટાના રાજ્યની સરહદે આવેલો છે. ઉત્તર ઇડાહોમાં સુંદર તળાવો, પર્વતો અને જંગલો છેઉત્તરી ઇડાહોના મુખ્ય આકર્ષણોમાંનું એક લેક કોયુર ડી’એલેન છે.