Homeગુજરાતીગુજરાતભાવનગરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત

ભાવનગરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત

ભાવનગર, 21 જાન્યુઆરી 2026:  શહેરમાં જોગીવાડ ટાંકી વિસ્તારમાં આજે બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની અડફેટે આવેલા બાઈકચાલક પ્રદીપ મહેશભાઈ પડધરીયાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, ભાવનગર શહેરના જોગીવાડ ટાંકી નજીક આજે બાઈક લઈને જઈ રહેલા પ્રદીપ મહેશભાઈ પડધરીયા (ઉં. વ. 38)ને પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર વધુ હોવાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img