1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 13 વિસ્તારો ‘નો કેટલ ઝોન’, રખડતા ઢોર પકડાશે તો પોલીસ કેસ કરાશે
અમદાવાદમાં 13 વિસ્તારો ‘નો કેટલ ઝોન’, રખડતા ઢોર પકડાશે તો પોલીસ કેસ કરાશે

અમદાવાદમાં 13 વિસ્તારો ‘નો કેટલ ઝોન’, રખડતા ઢોર પકડાશે તો પોલીસ કેસ કરાશે

0
Social Share

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં  રખડતા ઢોરનો ત્રાસ દૂર થઈ ગયો છે. એએમસી દ્વારા ઢોર પોલીસી અમલમાં મુક્યા બાદ હવે રખડતા ઢોર ઓછા જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા શહેરના 13 વિસ્તારોને નો-કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હવે નો – કેટલ ઝોનમાં રખડતા ઢોર જોવા મળશે તો પશુપાલક સામે પોલીસ ફરિયાદ કરાશે.

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને એએમસી દ્વારા ઢોર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. શહેરમાં મહત્વના જાહેર સ્થળો જ્યાં ભારે અવરજવર રહેતી હોય એવા વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગ અને શહેર પોલીસ દ્વારા ‘નો કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શહેરના ગોતા, સરદારનગર, ખાડીયા, મણિનગર, કાંકરીયા, નવરંગપુરા, સ્ટેડિયમ, પાલડી, નવા વાડજ, નારણપુરા, ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારનો સમાવેશ થાય છે. જો રોડ પર રખડતા ઢોર જોવા મળશે તો પશુમાલિક વિરુદ્ધ પોલીસ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવશે.

શહેરના  એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ગાર્ડન, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, સાબરમતી આશ્રમ , સ્ટેડિયમ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, બજારો, બ્રિજ, રિંગ રોડ, રેલવે ક્રોસિંગ, અંડરપાસ, ચાર રસ્તા, નેશનલ હાઇ-વે અને એસ.પી. રિંગ રોડ જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ જાહેર કરાયો છે. આ જાહેરનામાના અસરકારક અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સંયુક્ત ચકાસણી કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે-સાથે પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી, લાયસન્સ-પરમિટની તપાસ, પશુ શિફ્ટીંગ અને કડક એન્ફોર્સમેન્ટ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ લાયસન્સ વિના અથવા લાયસન્સ મુજબની સંખ્યા કરતાં વધુ પશુઓ રાખનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાયસન્સ ધરાવતા પશુ માલિકોને પશુઓ શહેર બહાર ખસેડવાની તક આપવામાં આવે છે અને સમયમર્યાદામાં પાલન ન થાય તો પશુઓ પકડીને ઢોરવાડામાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ‘ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ’ની સ્થિતિ સતત જાળવી રાખવા માટે સંયુક્ત ટીમો દ્વારા નિયમિત અને સધન ચકાસણી કરવામાં આવી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code