1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરાયા
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરાયા

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરાયા

0
Social Share

અમદાવાદ, 7 જુલાઈ, 2026 : Water has accumulated outside the Samras Girls’ Hostel ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલના દરવાજા તેમજ આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાતા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ  હોસ્ટેલ તરફ જતો મુખ્ય રોડ પર 1થી 1.5 ફૂટ પાણી ભરાઈ ગયા છે. બે દિવસ થયા છતાં પાણીનો નિકાલ ન થતા વિદ્યાર્થિનીઓને પાણીમાંથી પસાર થવું પડે છે, તો કેટલીક વિદ્યાર્થિનીઓને ફરીને ફરીને કોલેજ જવું પડે છે. તેમજ પાણી ભરવાના કારણે રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ નજીક દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં જ  પાણી ભરવાની સમસ્યા સામે આવી છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વિદ્યાર્થિનીઓ પરેશાન થઈ રહી છે. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને વરસાદી પાણી ભરવાના કારણે પાણીમાં ચાલીને જવું પડે છે. દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, છતાં યુનિવર્સિટી તંત્ર અને સંબંધિત વિભાગો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. દર વર્ષે વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂઆતો કરી અવાજ ઉઠાવવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ ફરી એ જ સમસ્યા સામે આવી જાય છે. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન ન હોવાથી દર વર્ષે આ સમસ્યા જોવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code