1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણામાં પૂરફાટ ઝડપે ડમ્પરે સ્કૂલબસને ટક્કર મારતા 4 વિદ્યાર્થીઓને ઈજા
મહેસાણામાં પૂરફાટ ઝડપે ડમ્પરે સ્કૂલબસને ટક્કર મારતા 4 વિદ્યાર્થીઓને ઈજા

મહેસાણામાં પૂરફાટ ઝડપે ડમ્પરે સ્કૂલબસને ટક્કર મારતા 4 વિદ્યાર્થીઓને ઈજા

0
Social Share

મહેસાણા, 27 ફેબ્રુઆરી 20264 students injured after dumper hits school bus in Mehsana  શહેરના ગાંધીનગર લિંક રોડ પર આજે વહેલી સવારે ખનીજ ભરીને પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે શબરી વિદ્યા વિહાર સ્કૂલની બસને પાછળથી જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ચાર વિદ્યાર્થીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના બનાવની જાણ થતાં વાલીઓ દોડી આવ્યા હતા. પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ પર શબર વિદ્યા વિહારની સ્કૂલ બસ વિદ્યાર્થીઓને લઈને સવારના સમયે સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે સ્કૂલ બસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના પાછળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક માનવતા નેવે મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ મહેસાણા એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

અકસ્માતના બનાવ અંગે બસના ડ્રાઇવર સુનિલ રાવલે જણાવ્યું કે હું સ્કૂલ બસ લઈ આવતો હતો એ દરમિયાન ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારી. મારી બસની સ્પીડ નોર્મલ હતી.ડમ્પર ચાલક ઓવરસ્પીડમાં આવી રહ્યો હતો. ડમ્પરમાં રેતી ભરેલી હતી.જેવી ટક્કર મારી તરત સ્કૂલબસ આખી રોંગ સાઈડમાં આવી ગઈ હતી. આ બનાવમાં ચાર જેટલા બાળકોને ઇજા થઇ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code