1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં કાલાવડ રોડ પર મંડપના ગોદામમાં ભીષણ આગ લાગી, સામાન બળીને ખાક
રાજકોટમાં કાલાવડ રોડ પર મંડપના ગોદામમાં ભીષણ આગ લાગી, સામાન બળીને ખાક

રાજકોટમાં કાલાવડ રોડ પર મંડપના ગોદામમાં ભીષણ આગ લાગી, સામાન બળીને ખાક

0
Social Share

રાજકોટ, 02 માર્ચ, 2026: A massive fire broke out in a Mandap godown શહેરના કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામ નજીક એક મંડપના ગોદામમાં ગત રાતના સમયે આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો, અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગમાં મંડપનો સામાન, ગાદલાં, પથરણા સહિત બળીને ખાક થઈ ગયા હતા.આગ એટલી વિકરાળ હતી કે નજીકમાં આવેલા બંગલાની બારીઓના કાચ તૂટી ગયા હતા.

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામ પાસે મંડપના ગોડાઉનમાં રાત્રિના સમયે કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. ગોદામમાં મંડપનો સામાન હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાં કાલાવડ રોડ ફાયર સ્ટેશન અને અન્ય ફાયર સ્ટેશનોની મળી 6 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની નજીકમાં જ એક બંગલાની સ્કીમ હોય તેમાં રહેતા લોકોની ચિંતા વધી હતી. જો કે, ફાયરબ્રિગેડે તાત્કાલીક પાણીનો મારી ચલાવી આગને વધુ ફેલાતા અટકાવી હતી. આગની જ્વાળાના કારણે બંગલાની બારીઓના કાચ ફૂટી ગયા હતા.

ફાસર બ્રિગેડ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના કાલાવડ વિસ્તારમાં  ન્યારી ડેમ રોડ ઉપર આવેલા મંડપના ગોદામમાં આગ લાગ્યાનો કોલ મળતા કાલાવડ રોડ ફાયર સ્ટેશનની એક ગાડી અને મુખ્ય ફાયર સ્ટેશનની 5 ગાડી સાથેનો સ્ટાફ આગ પર કાબૂ મેળવવામાં લાગી ગયો હતો. ગોડાઉનનો અડધો ભાગ આગમાં ખાક થઈ ગયો હતો. જોકે આ આગના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. નુકશાનનો આંકડો હજુ બહાર આવ્યો નથી. આ ઉપરાંત આગને કારણે ગોડાઉનની પાછળ આવેલી સોસાયટીના બંગલોમાં કાચ ફૂટી ગયા હતા. જોકે ફાયર વિભાગ દ્વારા સોસાયટીમાં આગ ફેલાઈ તે પહેલા જ કાબુ મેળવી લેવાયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code