Homeગુજરાતીગુજરાતખાડી યુદ્ધને લીધે નિકાસ અટકી જતા બટાકાના ભાવમાં 60 ટકાનો ઘટાડો

ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકી જતા બટાકાના ભાવમાં 60 ટકાનો ઘટાડો

મહેસાણા,15 માર્ચ 2026:  Potato prices drop 60 percent as exports halted due to Gulf War ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્યો છે. જેમાં  ગુજરાતમાંથી બટાકાની નિકાસ પણ અટકી પડતા ઘરઆંગણે બટાકાના ભાવમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઘણા વેપારીઓએ પણ કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો સંગ્રહ કર્યો છે. ભાવ ઘટતા વેપારીઓ પણ પસ્તાય રહ્યા છે. મહેસાણાનો વિજાપુર અને તેનો કાંઠા વિસ્તાર જે ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા, તે જ આ વર્ષે ખેડૂતોની કમર તોડી રહ્યો છે. બજારમાં બટાકાના ભાવમાં 60 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાતા ખેડૂતોની હાલત ખપોડી બની છે.

સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ, બટાકાનું સારૂએવું ઉત્પાદન છતાંયે આ વખતે ભાવમાં ઘટાડો થતા ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નિકળી શકે તેમ નથી. આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. એક વીઘા દીઠ ખેતીનો ખર્ચ રૂ. 30,000થી રૂ. 35,000 સુધી પહોંચ્યો છે, જેની સામે માંડ રૂ. 20,000ની આવક થઈ રહી છે. ગત વર્ષે પ્રતિ 20 કિલો (એક મણ)ના ભાવ રૂ. 250થી રૂ. 450 સુધી મળતા હતા, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર રૂ. 80થી રૂ. 150ની વચ્ચે આવી ગયા છે. હરીપુરા જેવા ગામોમાં તો સ્થિતિ એવી છે કે, વેપારીઓ રૂ. 100માં પણ માલ લેવા તૈયાર નથી, પરિણામે ખેતરોમાં બટાકાના પહાડ જેવા ઢગલા ખડકાયા છે.

ઉત્તર ગુજરાતમાં બટાકાનું મબલખ ઉત્પાદનને કારણે વિસ્તારના તમામ કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થઈ ગયા છે, જેના કારણે સંગ્રહ કરવાની પણ જગ્યા નથી. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, હવે મજૂરોના પૈસા ચૂકવવા પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img