1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં દ્વારકા, અંબાજી સહિત 11 સ્થળોએ મીની એરપોર્ટ જેવા હેલીપોર્ટ બનાવાશે
ગુજરાતમાં દ્વારકા, અંબાજી સહિત 11 સ્થળોએ મીની એરપોર્ટ જેવા હેલીપોર્ટ બનાવાશે

ગુજરાતમાં દ્વારકા, અંબાજી સહિત 11 સ્થળોએ મીની એરપોર્ટ જેવા હેલીપોર્ટ બનાવાશે

0
Social Share

ગાંધીનગર, 27 માર્ચ 2026: Mini airport-like heliports will be built   ગુજરાતમાં ઉડ્ડયન કલ્ચરને વધુ સુલભ બનાવવા અને તેના આધારે પ્રવાસનને પણ વેગ મળે. રોજગારી પણ વધે તે માટે ગુજરાત સરકારે યાત્રાધામ દ્વારકા-અંબાજી-પાલીતાણા તેમજ મોરબી અને ધોરડો સહિતના 11 સ્થળોએ `ઉડાન’ યોજના હેઠળ મીની પણ સુવિધાપૂર્ણ એરપોર્ટ તૈયાર કરવા અને ધાર્મિક સર્કીટ ધરાવતા અને પ્રવાસન માટે પણ 7 સ્થળોએ હેલીકોપ્ટર સેવા માટે હેલીપોર્ટ તૈયાર કરવા નિર્ણય લીધો છે.

ગુજરાત સરકાર દ્વારા `ઉડાન’ યોજનાને વેગ આપવા માટે અને ખાસ કરીને સહેલાણી અને ધાર્મિક સ્થળો પર તે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા પહેલા પુરતુ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં વ્યાપાર-પ્રવાસન અને ધાર્મિક સ્થળોને સાંકળીને 11 મીની એરપોર્ટ તૈયાર કરશે જેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો (કચ્છ), રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા, પાલીતાણાનો સમાવેશ થાય છે. જ્યારે સોમનાથ, દ્વારકા, અંબાજી અને સાપુતારા, ડાંગ, ગીર સોમનાથ, ધોરડો અને ધોલાવીરા, અને વડનગરમાં હેલીપોર્ટ તૈયાર કરાશે. સરકાર રીલીજીયસ કનેકટીવીટી વધારવા માંગે છે અને ભૂતકાળમાં જે રીતે રાજકોટ, સુરત વિ.ને સાંકળતી નાના વિમાનોની સેવાનો પ્રારંભ થયો હતો તેને ભવિષ્યમાં શરૂ કરશે. નાગરીક ઉડ્ડયન વિભાગે સાત સ્થળોએ જમીન પ્રાપ્ત કરી છે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદમાં હેલીપોર્ટ બનાવવા હાંસોલને પસંદ કરાઈ છે જે માટે ટેન્ડર બહાર પડી ગયા છે. 9 એકર જમીનમાં હેલીપોર્ટ બનશે. સાપુતારામાં 5.31 હેકટર જમીન વડનગર નજીક ગ્રંથમાં 2 હેકટર જમીન મેળવાઈ છે. તેમજ દ્વારકામાં 2028 પુર્વે હેલીપોર્ટ તૈયાર થઈ જશે. બાદમાં 2029માં સાપુતારામાં ખુલ્લુ મુકાશે. હેલીપોર્ટ એ નાના એરપોર્ટ જેવું જ હશે. જેમાં ટર્મીનલ, હેલીકોપ્ટર પાર્કીંગ, રીફયુલીંગ, મુસાફર ને માટે આરામદાયક સુવિધા હશે. જેમાં રૂા.6.62 કરોડથી રૂા.20 કરોડનો ખર્ચનો અંદાજ છે. સાપુતારા જેવા સહેલાણી સ્થળોએ ફુડ કોર્ટ, શોપીંગ મોલ પાર્કીંગ અને અન્ય પ્રવાસન સુવિધા હશે. આ માટે આધુનિક હેલીકોપ્ટર પુરા પાડી શકે તેવી કંપનીઓને પ્રાથમિકતા અપાશે જેથી સી-પ્લેન જેવો અનુભવ ફરી થાય નહી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code