1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. RTE હેઠળ વાલીઓ ખોટી આવક બતાવીને બાળકોનો પ્રવેશ મેળવશે તો ગુનો નોંધાશે
RTE હેઠળ વાલીઓ ખોટી આવક બતાવીને બાળકોનો પ્રવેશ મેળવશે તો ગુનો નોંધાશે

RTE હેઠળ વાલીઓ ખોટી આવક બતાવીને બાળકોનો પ્રવેશ મેળવશે તો ગુનો નોંધાશે

0
Social Share

અમદાવાદ, 29 માર્ચ 2026: A crime will be registered against wrongful entry in RTE રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા ગરીબ પરિવારોના 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને સ્વાનિર્ભર શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. જે માટે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. અમદાવાદ શહેરમાં 14 હજાર કરતા વધુ બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને કડક ચેતવણી આપી છે. જો કોઈ વાલી આવક છુપાવી પોતાના બાળકને ખોટી રીતે પ્રવેશ અપાવશે તો ફોજદારી ગુનો દાખલ થશે અને પ્રવેશ રદ કરવામાં આવશે.

અમદાવાદ શહેરની 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ પર એટલે કે 14177 જેટલી બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. RTE હેઠળ પ્રવેશ માટે 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. જે બાળકો સ્વનિર્ભર શાળામાં ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણ લઈ શકે છે. પરંતુ કેટલાક વાલીઓ પોતામાં બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવવા માટે રજીસ્ટ્રેશન વખતે ખોટી વિગતો ભરતા હોય છે. આવક ઓછી બતાવી ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરીને પોતાના બાળકને પ્રવેશ અપાવી દેતા હોય છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના કહેવા મુજબ  કેટલીક શાળાઓ ચાલુ સત્રમાં વાલીઓએ ખોટી વિગત આપી હોવાનું સામે આવતા તેમના બાળકનો RTE હેઠળ પ્રવેશ રદ કરવામાં આવતો હોય છે. જેના કારણે તે બેઠક પર 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના દીકરાઓ પ્રવેશથી વંચિત રહી જતા હોય છે. જેથી આ વર્ષે ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત થાય તે પહેલા જ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને ચેતવણી આપી દીધી છે. જો આવક 6 લાખથી વધુ હશે અને ઓછી બતાવી ખોટો આવકનો દાખલો અપલોડ કરી પોતાના બાળકને પ્રવેશ અપાવ્યો હશે તો RTE હેઠળ તેમના બાળકનો પ્રવેશ રદ કરવામાં આવશે. તેમજ ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરી અન્ય વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત રાખવા બદલ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code