1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલીના ચાવંડ નજીક જાનની બસ પલટી જતાં 25 જાનૈયા ઘવાયા
અમરેલીના ચાવંડ નજીક જાનની બસ પલટી જતાં 25 જાનૈયા ઘવાયા

અમરેલીના ચાવંડ નજીક જાનની બસ પલટી જતાં 25 જાનૈયા ઘવાયા

0
Social Share

અમરેલી, 30 માર્ચ 2026: 25 people injured as bus overturns  જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક આજે વહેલી સવારે એક જાનની બસ પલટી જતા 25 જેટલા જાનૈયાઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જાનની લકઝરી બસ ભાવનગરથી જામનગર પરત ફરી રહી હતી. ત્યારે લાઠીના ચાવંડ નજીક હાઈવે પર બસના ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે,  જામનગરના જાનૈયાઓ ભાવનગરમાં લગ્નપ્રસંગ પૂર્ણ કરીને વહેલી સવારે ‘પાર્થ ટ્રાવેલ્સ’ની બસમાં જામનગર પરત ફરી રહ્યા હતા. ત્યારે ચાવંડ ગામ નજીક પહોંચતા બસના ચાલકને ઊંઘ આવી ગઈ હતી, જેના કારણે બસ રોડ પર પલટી મારી ગઈ હતી. બસમાં અંદાજે 40 જેટલા જાનૈયા સવાર હતા. અકસ્માત બાદ બસમાં ભારે દેકારો મચી ગયો હતો. ઈજાગ્રસ્ત 25 જાનૈયાઓને  તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લાઠી, બાબરા અને ઢસા સહિતની નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે, લકઢરી બસ પલટી મારી હોવા છતાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code