1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં મેટ્રો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2માં 6.5 કીમી પર ટ્રાયલ રનનો પ્રારંભ
સુરતમાં મેટ્રો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2માં 6.5 કીમી પર ટ્રાયલ રનનો પ્રારંભ

સુરતમાં મેટ્રો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2માં 6.5 કીમી પર ટ્રાયલ રનનો પ્રારંભ

0
Social Share

સુરત, 15 મે 2026: Trial run begins on 6.5 km of Metro East-West Corridor Phase-2  શહેરમાં મેટ્રો ટ્રેન ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2ની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ જતા ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિમીના અંતરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી રહી છે. શહેરના મેટ્રોની કુલ કામગીરી હવે 75 ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂકી છે.  મેટ્રો ટ્રેન દોડતી થતા શહેરીજનોને પરિવહનમાં મોટી રાહત મળશે.

શહેરમાં મેટ્રો ટ્રેન ઈસ્ટ-વેસ્ટ  કોરિડોર-2 અંતર્ગત ભેસાણથી અડાજણ ગામ વચ્ચેના 7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થયુ છે. આજથી શરૂ થયેલા ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી ચલાવવામાં આવશે. આ પ્રક્રિયામાં GEC (જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ) અને GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ અગાઉ, કોરિડોર-1 (નોર્થ-સાઉથ કોરિડોર) માં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ વચ્ચેના 8.5 કિમીના રૂટ પર ગત 29 માર્ચ, 2026થી ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં આ રૂટ પર વિવિધ રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા પરીક્ષણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

મેટ્રો ટ્રેન મેનેજમેન્ટના કહેવા મુજબ ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ ભારત સરકારની સંસ્થા RDSO (રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ સૌથી મહત્વની પ્રક્રિયા CMRS (કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી) દ્વારા હાથ ધરવામાં આવશે. આ સંસ્થા સુરક્ષાનું આખરી નિરીક્ષણ કરી લીલી ઝંડી આપશે, ત્યારબાદ જ સુરતવાસીઓ મેટ્રોની સફર માણી શકશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code