1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માણેકચોકમાં ગ્રાહક બનીને આવેલી મહિલા જ્વેલર્સમાંથી સોનાની 4 બંગડી ચોરી પલાયન
માણેકચોકમાં ગ્રાહક બનીને આવેલી મહિલા જ્વેલર્સમાંથી સોનાની 4 બંગડી ચોરી પલાયન

માણેકચોકમાં ગ્રાહક બનીને આવેલી મહિલા જ્વેલર્સમાંથી સોનાની 4 બંગડી ચોરી પલાયન

0
Social Share

અમદાવાદ, 15 મે 2026: 4 gold bangles stolen from women’s jewellers in Manekchowk શહેરના માણેકચોક વિસ્તારમાં માયશા જ્વેલ્સ નામની દુકાનમાં જીન્સના પેન્ટ-ટીશર્ટ પહેરીને બની-ઠનીને ખરીદી કરવાના બહાને આવેલી એક મહિલાએ અત્યંત ચાલાકી પૂર્વક વેપારીની નજર ચૂકવીને લાખો રૂપિયાની સોનાની બંગડીઓ પોતાની બગલમાં સંતાડીને પલાયન થઈ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ ખાડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને માણેકચોકમાં માયશા જ્વેલ્સ નામની દુકાન ધરાવતા જીગર શાહે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 14 મેના રોજ બપોરના સમયે જ્યારે દુકાનમાં સ્ટાફ સ્ટોકની ગણતરી કરી રહ્યો હતો, ત્યારે એક અજાણી મહિલા ગ્રાહક બનીને આવી હતી. મહિલાએ નેવી બ્લુ ટી-શર્ટ, ગ્રે જીન્સ પહેરેલા હતા. ઉપર જાંબલી રંગનો દુપટ્ટો નાખ્યો હતો. મહિલાએ કાઉન્ટર પર બેઠેલા સેલ્સમેનને સોનાની કડલી બતાવવા માટે કહ્યું હતું. સેલ્સમેને જ્યારે તેને અલગ-અલગ ડિઝાઈન બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે તકનો લાભ ઉઠાવી મહિલાએ સોનાની 4 બંગડીઓ અત્યંત ઝડપથી ઉપાડી પોતાની બગલમાં દબાવી દીધી હતી. થોડીવાર ભાવતાલ કરવાનું નાટક કર્યા બાદ, કંઈ પણ લીધા વગર જ તે દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી. આરોપી મહિલાના ગયા બાદ જ્યારે ફરીથી સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે 2 જોડી (4 નંગ) બંગડીઓ ઓછી જોવા મળી હતી. શંકા જતાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે, મહિલાએ કેવી રીતે નજર ચૂકવીને બંગડીઓ બગલમાં સંતાડી હતી.

 ખાડિયા પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે મહિલા ચોરને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદમાં નોંધાવ્યા મુજબ 74.860 ગ્રામ (22 કેરેટ સોનું)ની આશરે ₹5,85,000 રૂપિયા કિંમતની સોનાની 4 બંગડીઓની ચોરી થઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code