1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લામાં ડીઝલની અછતને લીધે 50 ટકા ટ્રાવેલ્સ બંધ
ભાવનગર જિલ્લામાં ડીઝલની અછતને લીધે 50 ટકા ટ્રાવેલ્સ બંધ

ભાવનગર જિલ્લામાં ડીઝલની અછતને લીધે 50 ટકા ટ્રાવેલ્સ બંધ

0
Social Share

ભાવનગર, 25 મે, 2026 : 50 percent of travel stopped due to diesel shortage ગુજરાતભરમાં ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપાર્ટ ઉદ્યોગ પર અસર પડી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ 50 ટકા બસ બંધ કરી દીધી છે. પેટ્રોલ પંપ પરથી માત્ર 25થી 30 લીટર ડીઝલ અપાતુ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ડીઝલની કટોકટી વચ્ચે ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ડીઝલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અને બંધ બસોનો ટેક્સ માફ કરવા માગ કરવામાં આવી છે.

 રાજ્યભરમાં ડીઝલની અછત સર્જાતા તેની સીધી અસર હવે ગુજરાતના પરિવહન ઉદ્યોગ પર પડી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ડીઝલના પુરવઠામાં વર્તાઈ રહેલી તીવ્ર અછતને કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પૂરતા પ્રમાણમાં ઇંધણ ન મળવાને લીધે ખાનગી બસોનું સંચાલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેના કારણે એકલા ભાવનગર જિલ્લાની જ અંદાજે 50% જેટલી ટ્રાવેલ્સ બસો બંધ રાખવાની નોબત આવી છે. આ કટોકટી વચ્ચે ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ડીઝલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અને બંધ બસોનો ટેક્સ માફ કરવા માગ ઉઠાવવામાં આવી છે.

ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં ભાવનગરની નારી ચોકડી પરથી પસાર થતી નાની-મોટી તમામ ખાનગી બસોની સંખ્યા અંદાજિત 800થી 850 જેટલી છે. હાલ ઉનાળુ વેકેશન અને પવિત્ર અધિક માસ હોવાને કારણે હરિદ્વાર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી જેવા લાંબા અંતરના ધાર્મિક તથા પ્રવાસી સ્થળો માટે બસોની ભારે ડિમાન્ડ છે. પરંતુ, હાલમાં રૂટ પર આવેલા પેટ્રોલ પંપો પર મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આટલા ઓછા ઇંધણમાં હજારો કિલોમીટરની લાંબી મુસાફરી ખેડવી અશક્ય હોવાથી પ્રવાસીઓ રસ્તામાં હેરાન થઈ રહ્યા છે, જેના કારણે સંચાલકોએ મજબૂરીમાં પોતાની 50% બસો ગેરેજમાં ઊભી રાખી દીધી છે.

ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી અત્યારે ભારે આર્થિક નુકસાનમાં ચાલી રહી છે. બસો રોડ પર ન દોડતી હોવા છતાં સંચાલકોએ સરકારને નિયમિતપણે મોટો માસિક ટેક્સ ચૂકવવો પડે છે. છેલ્લા કેટલાક સમયથી ઇંધણના અભાવે 15-15 દિવસ સુધી બસો વગર ઓપરેશને ઊભી રહી હોવાથી, અખિલ ગુજરાત એસોસિએશન દ્વારા સરકારને આ દિવસોનો માસિક ટેક્સ માફ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ પ્રવાસીઓ પર બોજ બને તેવો કોઈ ભાડા વધારો ઈચ્છતા નથી અને પોતાનું જૂનું અસ્તિત્વ જાળવી રાખવા માંગે છે, પરંતુ આ માટે સરકાર વહેલી તકે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે તે અત્યંત અનિવાર્ય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code