Homeગુજરાતીગુજરાતસરકારી આયુર્વેદિક હોસ્પિટલો અને ડિસ્પેન્સરીમાં દવાની અછતથી દર્દીઓ પરેશાન

સરકારી આયુર્વેદિક હોસ્પિટલો અને ડિસ્પેન્સરીમાં દવાની અછતથી દર્દીઓ પરેશાન

અમદાવાદ, 15 ઓગસ્ટ, 2026 : Shortage of Ayurvedic medicines in government Ayurvedic hospitals and dispensaries. ગુજરાતમાં આયુર્વેદની સારવાર માટે લોકોનો ઝોક વધતો જાય છે. રાજ્ય સરકારે પણ તમામ જિલ્લાઓમાં આયુર્વેદિક હોસ્પિટલો ઉપરાંત વિવિધ સરકારી હોસ્પિટલોમાં 500થી વધુ આયુર્વેદિક ડિસ્પેન્સરી શરૂ કરી છે, જેનો લોકો સારોએવો લાભ લઈ રહ્યા છે. અને આયુર્વેદિક સારવાર માટે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આયુર્વેદ હોસ્પિટલો અને ડિસ્પેન્સરીઓમાં દવાની અછતને લીધે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

ગુજરાતમાં ખાસ કરીને કોરોના કાળ બાદ લોકોનો આયુર્વેદિક સારવાર તરફનો ઝોક વધ્યો છે. લોકોને આયુર્વેદિક ડોક્ટર અને દવા એક જ જગ્યાએ મળી રહે તે માટે રાજ્યના આયુષ વિભાગે આયુર્વેદિક હોસ્પિટલો ઉપરાંત વિવિધ સરકારી હોસ્પિટલોમાં 500થી વધુ આયુર્વેદિક ડિસ્પેન્સરી શરૂ કરી છે. જેથી લોકોને આયુર્વેદ સારવાર મેળવવા માટે રાહત થઈ છે. રોજબરોજ  આયુર્વેદિક સારવાર માટે દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે બીજી તરફ ઘણા સમયથી અનેક ડિસ્પેન્સરીમાં દવાઓની અછત જોવા મળી રહી છે.

આયુર્વેદ હોસ્પિટલના સૂત્રોના કહેવા મુજબ છેલ્લા ઘણા સમયથી આયુર્વેદની દવાનો પુરતો સ્ટોક મળતો નથી. બીજી બાજુ દર્દીઓની સંખ્યા વધતી હોવાથી દવાની અછત સર્જાઈ છે. હાલ ડિસ્પેન્સરી કે હોસ્પિટલ દ્વારા જેટલો જથ્થો મગાવાય છે તેના માત્ર 30થી 40 ટકા જેટલી દવાઓ જ ઉપલબ્ધ થાય છે, જેના કારણે દર્દીઓને દવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે.

આયુષ વિભાગનાં સૂત્રોના કહેવા મુજબ, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં અંદાજે 536 આયુર્વેદિક ડિસ્પેન્સરી અને હોસ્પિટલો કાર્યરત છે, પરંતુ આયુર્વેદિક હોસ્પિટલ અને ડિસ્પેન્સરીમાં ખાસ કરીને ડાયાબીટીસ, સાંધાના દુખાવા સહિતની લાંબા સમયથી ચાલતી તકલીફોના દર્દીઓ સારવાર માટે આવતાં દર્દીઓને ડોક્ટર દ્વારા તકલીફ અને સ્થિતિ પ્રમાણે એકથી વધુ આયુર્વેદિક દવાઓનું કોમ્બિનેશન અપાય છે. હાલમાં આયુર્વેદિક દવાની શોર્ટેજ ચાલી રહી છે. હોસ્પિટલ કે ડિસપેન્સરી દવાઓ મગા‌વે છે, પણ તમામ દવાનો એકસાથે સ્ટોક ન હોવાથી ઉપલબ્ધ હોય તે દવાઓ તાત્કાલિક મોકલાય છે.

સંબંધિત લેખો

Most Popular