HomeગુજરાતીગુજરાતPM નરેન્દ્ર મોદી આજે વડોદરામાં રૂપિયા 35200 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

PM નરેન્દ્ર મોદી આજે વડોદરામાં રૂપિયા 35200 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

ગાંધીનગર, 8 સપ્ટેમ્બર, 2026 : PM Narendra Modi will gift development works worth Rs 35200 crore વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ₹35,200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે. તેમાં ₹32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા ₹2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ₹32,606 કરોડથી વધુના વિકાસકાર્યોમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)ના ₹1,840.55 કરોડના પ્રોજેક્ટ્સ સામેલ છે.

NHAI હેઠળ ખાતમુહૂર્ત થનારા પ્રોજેક્ટ્સમાં NH-48ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પરના મુખ્ય પુલ સહિતના માળખાંનું ₹907.39 કરોડના ખર્ચે નિર્માણકાર્ય, કામરેજ-ચલથાણ સેકશનના છ માર્ગીય કેરેજવેનું ₹686.15 કરોડનું કામ તથા NH-53 પર આભવા, મીંઢોળા અને ખજોદ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું ₹187.11 કરોડના ખર્ચે નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, NH-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે ₹59.90 કરોડના ખર્ચે નિર્મિત છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે.

ભારતીય રેલવે હેઠળ ₹30,766 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. ₹20,703 કરોડના ખર્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ વિભાગો—ન્યૂ સાણંદ (N)–ન્યૂ મકરપુરા (138 કિ.મી.), ન્યૂ ઉમરગામ–ન્યૂ સફાળે (86 કિ.મી.) અને ન્યૂ સફાળે–ન્યૂ JNPT (102 કિ.મી.)—નું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ, ₹8,885 કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ ઉપરાંત, અન્ય રેલવે લાઇનોના ગેજ કન્વર્ઝન અને ડબલિંગના કામોનું લોકાર્પણ તેમજ વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન અને WDFC પર માલગાડીનું ફ્લેગ ઑફ પણ કરવામાં આવશે.

વડોદરા ખાતે ગુજરાત સરકારના ₹2,597 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, IMD-GIDC, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ (RDD), પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ હેઠળના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ વિભાગ હેઠળ ગુજરાતને કુલ ₹916.38 કરોડના ખર્ચે 8 જેટલા પ્રોજેક્ટ્સની ભેટ મળશે. તેમાં ₹523.59 કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કાના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular