Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં અંજલી બ્રિજ અને ઈસ્કોન બ્રિજ પર અકસ્માતના બે બનાવ, એકનું મોત

અમદાવાદમાં અંજલી બ્રિજ અને ઈસ્કોન બ્રિજ પર અકસ્માતના બે બનાવ, એકનું મોત

અમદાવાદ, 16 સપ્ટેમ્બર,2026 : Two accidents on Anjali Bridge and ISKCON Bridge શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ અકસ્માતના બે બનાવો બન્યા હતા. શહેરના ઈસ્કોન બ્રિજ પર વાઇડ એન્ગલ સામે ઇસ્કોન બ્રિજ ઉપર વહેલી પરોઢે 3.30  વાગ્યે પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પીલ્લર સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કારચાલકનો બચાવ થયો હતો પણ કારને ભારે નુકસાન થયું હતું. બીજા અકસ્માતનો બનાવ અંજલિ બ્રિજ પર સર્જાયો હતો. આઈસર ટ્રકે બાઈકસવાર બે યુવાનોને અડફેટે લેતા એક યુવાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બીજા યુવાનને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના એસ.જી. હાઈવે પર વાઇડ એન્ગલ સામે ઇસ્કોન બ્રિજ ઉપર વહેલી પરોઢે  3.30 વાગ્યે  20 વર્ષીય હેત સુનીલભાઈ પરીખ (રહે.શેફલ ગારનેટ એપાર્ટમેન્ટ, આનંદનગર, સેટેલાઇટ) કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે ઓવર સ્પીડના કારણે કાર બેકાબૂ બની ડાયવર્ઝન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સદનસીબે હેતને ઇજા પહોંચી નથી, પરંતુ કારનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતનો મેસેજ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાં કારચાલક પણ હાજર હતો. તેણે પોલીસને જણાવ્યું કે, તે રાત્રે ગાંધીનગરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે સ્પીડમાં કાર ચલાવતા તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને કાર બ્રિજ પર મૂકેલા ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં કારના આગળના બમ્પર, બોનેટ, પાછળની ડેકી અને બંને સાઇડની બોડીના ભાગે મોટું નુકસાન થયું છે. જોકે, આ ઘટનામાં ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ ઈજાઓ પહોંચી ન હતી.

બીજો અકસ્માતનો બનાવ મંગળવારે સવારે અંજલિ બ્રિજ પર બન્યો હતો. શહેરના પાલડી વિસ્તારમાં અંજલિ બ્રિજ પાસે એક આઇસર ટ્રક જઈ રહી હતી, ત્યારે રોંગ સાઈડમાં બીજી ટ્રક પણ સામેથી આવી રહી હતી. આઇસરની પાછળ એક બાઈક પર બે યુવક જઈ રહ્યા હતા. બાઇક ચાલકે આઇસરને ઓવરટેક કરવા જતાં રોંગ સાઈડમાં આવતી અન્ય ટ્રક સાથે ટક્કર થતા બંને યુવકો બાઇક સાથે ટ્રકની નીચે આવી ગયા હતા. આ ઘટનામાં બાઇકચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે એક યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ભાગી રહ્યો હતો, જેને સ્થાનિકો પકડવા માટે દોડ્યા પણ હતા. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular