Homeગુજરાતીબ્રિટિશ એરવેઝની ફ્લાઈટ 9000 ફીટ નીચે આવી, 7700 કોડ એક્ટિવ કર્યો અને...

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ 9000 ફીટ નીચે આવી, 7700 કોડ એક્ટિવ કર્યો અને લંડન પરત ફરી

લંડન, 6 ઓક્ટોબર, 2026 : British Airways flight descends to 9000 feet, activates 7700 code  બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA295 આયર્લેન્ડ ઉપરથી ઉડાન ભરતી વખતે માત્ર થોડા જ મિનિટોમાં 37,૦૦૦ ફૂટની ઊંચાઈએથી લગભગ 9 હજાર ફૂટ નીચે આવી ગઈ. આ દરમિયાન વિમાને 7700 ઇમરજન્સી કોડ એક્ટિવ કરતા અફરા-તફરી મચી ગઈ હતી.આ પછી ફ્લાઇટને શિકાગો જવાને બદલે પાછી લંડન તરફ વાળવામાં આવી હતી. એરલાઈને જણાવ્યું હતું કે વિમાનમાં ‘ટેકનિકલ સમસ્યા’ સર્જાઈ હતી જેના કારણે તેને યુકે તરફ પાછું ફરવું પડ્યું છે.

લંડનથી શિકાગો જઈ રહેલી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ BA295ને વચ્ચે ઉડાનમાં ઈમરજન્સી ઘોષિત કરવી પડી હતી. ત્યાર બાદ પાછા લંડનના હીથ્રો તરફ વાળવામાં આવ્યું. વિમાન તે સમયે આયરલેન્ડની ઉપરથી ઉડી રહ્યું હતું, જ્યારે ફ્લાઈટ ટ્રેકિંગ ડેટામાં અચાનક ઊંચાઈ ઝડપથી ઓછી થતી દેખાઈ. ત્યાર બાદ વિમાનને 7700 સ્ક્વાક કોડ એક્ટિવેટ કર્યું જે સામાન્ય ઈમરજન્સી માટે વપરાય છે. બ્રિટિશ એરવેઝની બોઈંગ 777-200ER ફ્લાઈટને શિકાગો પહોંચવાનું હતું અને આખી ઉડાન લગભગ 8 કલાક 40 મિનિટની નિર્ધારિત હતી. ઉડાન માટે લગભગ એક કલાક બાદ વિમાન 37,000 ફુટની ક્રૂઝિંગ ઊંચાઈ પર પહોંચી ચુક્યું હતું. આ દરમ્યાન આયરલેન્ડેની ઉપર ઊંચાઈ ઝડપથી ઘટીને લગભગ 9000 ફુટ સુધી આવી ગયું હતું  7700 કોડ એર ટ્રાફિક કંટ્રોલને વિમાનમાં સામાન્ય ઇમરજન્સીનો સંકેત આપે છે. તેનાથી સમસ્યા કયા પ્રકારની છે તે જાણી શકાતું નથી.

આ ઘટના 30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બનેલી ઘટનાના 5 દિવસ બાદ સામે આવી છે. તેમાં ઓમાની કો-પાઇલોટે કેપ્ટન પર કુહાડીથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વિમાન લગભગ 34 હજાર ફૂટથી નીચે આવીને 17 હજાર ફૂટ પર પહોંચી ગયું હતું અને ઇમરજન્સી સિગ્નલ મોકલવામાં આવ્યો હતો. બાદમાં ક્રૂ અને મુસાફરોએ આરોપીને કાબૂમાં લીધો અને ફ્લાઇટનું સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતુ..

 7700 વિમાનમાં ગંભીર ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગમાં લેવાતો ઈન્ટરનેશનલ સ્ક્વૉક કોડ છે. એન્જિનમાં ખામી, મેડિકલ ઈમરજન્સી, કેબિનમાં ધુમાડો અથવા અન્ય કોઈ ગંભીર પરિસ્થિતિમાં પાઇલટ તેને સેટ કરી શકે છે. પાઇલટ કૉકપિટમાં આવેલા ટ્રાન્સપોન્ડર પર 7700 કોડ સેટ કરે છે. ત્યારબાદ ટ્રાન્સપોન્ડર રેડિયો સિગ્નલ દ્વારા આ માહિતી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સિસ્ટમ સુધી પહોંચાડે છે. કંટ્રોલરના રડાર ડિસ્પ્લે પર વિમાનની ઓળખ સાથે ઈમરજન્સીનો કોડ દેખાય છે. ત્યારબાદ ATC વિમાનને પ્રાથમિકતા આપી શકે છે, અન્ય વિમાનોના માર્ગોમાં જરૂરી ફેરફાર કરી શકે છે અને એરપોર્ટની કટોકટી ટીમોને તૈયાર રાખી શકે છે. એરલાઈને જણાવ્યું હતું કે વિમાનમાં ‘ટેકનિકલ સમસ્યા’ સર્જાઈ હતી જેના કારણે તેને યુકે તરફ પાછું ફરવું પડ્યું છે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular