Homeગુજરાતીગુજરાતઅંબાજીમાં બીજા નોરતે દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં, રંગબેરંગી ફુલોથી મંદિરને શણગારાયું

અંબાજીમાં બીજા નોરતે દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં, રંગબેરંગી ફુલોથી મંદિરને શણગારાયું

અંબાજી, 13 ઓક્ટોબર, 2026 : Devotees thronged Ambaji on the second Navratri સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં બીજા નોરતે દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.નવરાત્રીના પ્રારંભથી જ અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે પણ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. માતાજીનાં દર્શન કરવા માટે ભક્તોની લાઈનો શક્તિદ્વાર સુધી પહોંચી હતી.

નવરાત્રીને લીધે શક્તિપીઠમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ચાચર ચોકમાં ગરબે ઘૂંમીને ભાવિકો માતાજીના આરાધના કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. બીજા નોરતાથી આઠમ સુધી દરરોજ સવારે બે મંગળા આરતી કરવામાં આવે છે. જેમાં એક મંગળા આરતી મંદિરના ગર્ભગૃહમાં, જ્યારે બીજી મંગળા આરતી ઘટ સ્થાપના પાસે કરવામાં આવે છે. વહેલી સવારની મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ માતાજીના આશીર્વાદ મેળવે છે. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવે છે.

આસો નવરાત્રીના પર્વને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મંદિરની શોભા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નવરાત્રીના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી ધામ પહોંચતાં મંદિર પરિસર સહિત દર્શનના માર્ગો પર ભારે ચહલપહલ જોવા મળી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular