Homeગુજરાતીગુજરાતદિવાળીના તહેવારોના ટાણે જ સિંગતેલનો 15 કિલોનો ડબ્બો રૂપિયા 3000નો વટાવી ગયો

દિવાળીના તહેવારોના ટાણે જ સિંગતેલનો 15 કિલોનો ડબ્બો રૂપિયા 3000નો વટાવી ગયો

અમદાવાદ,17 ઓક્ટોબર, 2026 : A 15 kg can of Singtel has crossed Rs 3000 ગુજરાતમાં આ વખતે મગફળીનું મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે. માર્કેટ યાર્ડ્સમાં નવી મગફળીની ઘૂમ આવક થઈ રહી છે. ત્યારે સિંગતેલના ભાવ વધતા જાય છે. દરેક ચિજ-વસ્તુઓની જેમ સિંગતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. 15 કિલોનો સિંગતેલને ડબ્બો રૂપિયા 3000ને વટાવી ગયો છે. અને વેપારી વર્તુળોના કહેવા મુજબ હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા છે.

મોંઘવારીઓ માઝા મુકી છે. રોજબરોજ ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવ વધતા જાય છે. લીલા શાકભાજીથી લઈને સિંગતેલ સુધીના ભાવમાં વધરો થતાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. હાલ 15 કિલોના સિંગતેલના ડબ્બાએ રૂ. 3000 ની સપાટી વટાવી દીધી છે. બજારમાં હાલ સિંગતેલનો ડબ્બો રૂ. 3000 થી લઈને રૂ. 3080 સુધી વેચાઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ સિંગતેલના ભાવમાં રૂ. 150 થી 200 નો વધારો નોંધાયો છે. માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ અન્ય ખાદ્યતેલોના ભાવ પણ વધ્યા છે. હાલ બજારમાં કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2620 થી 2680 ની આસપાસ મળી રહ્યો છે, જ્યારે પામતેલનો ભાવ રૂ. 2315 થી 2320 સુધી પહોંચ્યો છે. તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગ વધી હોવાના કારણે ભાવમાં તેજી જોવા મળી રહી છે.

વેપારીઓના કહેવા મુજબ નવી મગફળીની આવક હજુ બજારમાં પૂરતા પ્રમાણમાં શરૂ થઈ નથી. જૂનો સ્ટોક ખતમ થવા આવ્યો છે અને નવો માલ ન આવતા બજારમાં અછત જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ભાવ વધી રહ્યા છે. દિવાળીના તહેવારોને હવે 20 દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે નાસ્તા અને મીઠાઈઓ બનાવવા માટે તેલની માંગમાં હજુ વધારો થવાની શક્યતા છે. દિવાળી સુધી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. ઉલટાનું માંગ વધતા ભાવમાં હજુ પણ થોડો વધારો થઈ શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular