Homeગુજરાતીગુજરાતગુજરાત યુનિવર્સિટીના 19માં કૂલપતિ તરીકે પૃથુલ દેસાઈએ સંભાળ્યો ચાર્જ

ગુજરાત યુનિવર્સિટીના 19માં કૂલપતિ તરીકે પૃથુલ દેસાઈએ સંભાળ્યો ચાર્જ

અમદાવાદ, 8 નવેમ્બર, 2026 :  Prithul Desai takes charge as the 19th Chancellor of Gujarat University રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીના 19માં કૂલપતિ તરીકે ડો. પૃથલ દેસાઈએ વિધિવતરીતે ચાર્જ સંભાળી લીધો છે. ડો. દેસાઈ સુરતની પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. અને તેમની ગુજરાત યુનિના કૂલપતિ તરીકેની નિમણૂંક ‘ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023’ની કલમ 10(4) હેઠળ રાજ્યપાલના નામે કરવામાં આવી છે. ડૉ. દેસાઈનો કાર્યકાળ તેઓ પદનો ચાર્જ સંભાળે તે તારીખથી પાંચ વર્ષ સુધી અથવા તેમની ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી (જે વહેલું હોય તે) રહેશે.

ડૉ.પૃથુલ રમેશ દેસાઈ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 31થી વધુ વર્ષોનો શૈક્ષણિક અને 14થી વધુ વર્ષોનો પ્રિન્સિપાલ તરીકેનો બહોળો અનુભવ ધરાવતા વરિષ્ઠ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે. તેઓ શૈક્ષણિક નેતૃત્વ, સંસ્થાકીય ગવર્નન્સ, અભ્યાસક્રમ વિકાસ, NAAC એક્રેડિટેશન, ગુણવત્તા સુધારણા, સંશોધન અને NEP-આધારિત શૈક્ષણિક સુધારાઓમાં નિપુણતા ધરાવે છે.

ગુજરાત યુનિવર્સિટીમાં HRDCના જગદીશ જોશી ઇન્ચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે કાયમી કુલપતિ તરીકે ડો.પૃથુલ દેસાઈની  નિમણૂક થતાં તેમણે ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સાંભળ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પૃથુલ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતી યુનિવર્સિટી અત્યારે A+ ગ્રેડ ધરાવે છે, જો કે મારી પ્રાથમિકતા છે કે તેને A++ સુધી લઈ જવી છે. એકેડેમિક પર ધ્યાન આપવું જોઈએ કે પછી તેને અપગ્રેડ કરવું જોઈએ તેના પર પ્રાથમિક રહેશે. રેન્કિંગ વધારવા માટે ઘણા બધા પાસા છે, જેથી તેને ધ્યાનમાં રાખીને આગળ વધીશું. GCAS મારફતે જે પણ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે તે ટ્રાન્સપરન્ટ હોય અને મેરીટના આધારે જ પ્રવેશ આપવામાં આવે તે મારી પ્રાથમિકતા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img