Homeગુજરાતીગુજરાતવિરપૂર નજીક નકલી પોલીસ બનીને બાઈકચાલકને લૂંટનારા 4 આરોપી પકડાયા

વિરપૂર નજીક નકલી પોલીસ બનીને બાઈકચાલકને લૂંટનારા 4 આરોપી પકડાયા

રાજકોટ, 10 નવેમ્બર,2026 :  4 accused arrested for robbing biker by posing as fake police  જિલ્લાના વિરપુર નજીક મેવાસા ચોકડી નજીક રોડ પર અરજણભાઈ કુંભાભાઈ જળુ નામનો યુવાન વહેલી સવારે બાઈક પર પોતાના ગામ જઈ રહ્યો હતો ત્યારે કાર અને બાઈક પર આવેલા ચાર શખસોએ અરજણભાઈના બાઈકને ઊભુ રખાવીને પોલીસ હોવાની ઓળખ આપી હતી. અને બેગમાં દારૂ હોવાનું કહીને બેગ તપાસીને બાઈકની ચાવી, કપડાંની બે બેગ, રૂ. 10 હજારનો ઓપો મોબાઈલ અને રૂ. 2,500 રોકડા લઈ લીધા હતા. અને ચારેય આરોપીઓએ અકજણભાઈને જેતપુર પોલીસ સ્ટેશન આવવાનું કહીને લૂંટ કરીને જતા રહ્યા હતા. આ બનાવની વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે નકલી પોલીસના સ્વાંગમાં લૂંટ કરતા લોધીકાના વડ વાજડી ગામના મયુરભાઈ બાલાભાઈ સરમાળી અને જેતપુરના વાળા ડુંગરા ગામના મહેશ શાદુળભાઈ રાઠોડ, જયદીપ કાળુભાઈ સોલંકી તથા શાહીલ મોહીનશા સોહરવદીને દબોચી લીધા હતા.

 આ બનાવની વિગત એવી છે કે, લોધીકાના મેટોડા સિદ્ધિ ટાઉનશીપમાં રહેતા અને શક્તિ કૃપા ટી-સ્ટોલ ચલાવતા અરજણભાઈ કુંભાભાઈ જળુ (ઉં.વ. 42) મૂળ ધોરાજીના છાડવાવદર ગામના વતની છે. અરજણભાઈ  વહેલી સવારે 3:30 વાગ્યે સી.બી.ઝેડ. બાઈક (GJ-03-DH-8978) લઈને પોતાના વતન છાડવાવદર ગામ જવા નીકળ્યા હતા. સવારે પાંચ વાગ્યે કાળા રંગની ઝેન એસ્ટીલો કાર (નંબર 8044) અને બાઈક પર આવેલા 25થી 30 વર્ષના ચાર શખ્સોએ તેમનો પીછો કર્યો હતો. સવા પાંચ વાગ્યે મેવાસા ચોકડીએ કારચાલકે ઈશારો કરીને બાઈક રોકાવ્યું હતુ. કારમાંથી ઉતરેલા જાંબલી શર્ટ અને ટી-શર્ટ પહેરેલા બે શખસોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. તેણે બેગમાં દારૂ હોવાની બાતમી હોવાનું કહી કપડાંની બંને બેગ તપાસી હતી. બેગમાં દારૂ ન મળ્યો છતાં શખસોએ અરજણભાઈને જેતપુર સાથે આવવાનું કહ્યું હતુ. તેમણે બાઈકની ચાવી, કપડાંની બે બેગ, રૂ. 10 હજારનો ઓપો મોબાઈલ અને રૂ. 2,500 રોકડા લઈ લીધા હતા. પોલીસ સ્વાંગમાં આવેલા શખસોએ અરજણભાઈને ધમકી આપતા ગભરાયેલા અરજણભાઈ મેવાસા તરફથી આવતા આઈસર ટ્રકની પાછળ ટીંગાઈને થોડે આગળ કૂદીને છુપાઈ ગયા હતા. ચારેય શખ્સો રૂ. 30 હજારના બાઈક સહિત કુલ રૂ. 44 હજારની મત્તા લઈને ગોંડલ તરફ ભાગી ગયા હતા. ત્યારબાદ અરજણભાઈની પત્નીએ 112 પર જાણ કરી હતી. વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજય સિંહ ગુર્જરની સૂચનાથી તપાસ શરૂ થઈ હતી. એલસીબી પીઆઈ જે.પી. રાવ, પીએસઆઈ આર.વી. ભીમાણી અને વીરપુર પીઆઈ એસ.જી. રાઠોડ સહિતના સ્ટાફે ગોંડલ-જામકંડોરણા રોડના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. અને વાહન નંબરના આધારે પોલીસે લોધીકાના વડ વાજડી ગામના મયુરભાઈ બાલાભાઈ સરમાળી અને જેતપુરના વાળા ડુંગરા ગામના મહેશ શાદુળભાઈ રાઠોડ, જયદીપ કાળુભાઈ સોલંકી તથા શાહીલ મોહીનશા સોહરવદીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. 2,500 રોકડા, રૂ. 35 હજારના ચાર મોબાઈલ, રૂ. 1 લાખની એસ્ટીલો કાર (GJ-03-BA-8044), કપડાંની બે બેગ અને રૂ. 1,500ની વીંટી મળી હતી. પોલીસે કુલ રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img