સુરેન્દ્રનગર, 11 નવેમ્બર, 2026 : Devotees thronged to have darshan of Chamunda Mataji સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલાના પર્વત પર બિરાજમાન મા ચામુંડા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. છેલ્લા બે દિવસમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા ચામુંડાના દર્શન કર્યા હતા. માનાં દર્શન માટે શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કાલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ચોટીલામાં ચામુંડા માતાજી મંદિરમાં ભક્તિભાવનો માહોલ છવાયો છે. જય ચામુંડાના જયઘોષ સાથે ભક્તોએ માતાજીનો આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તો માતાજીના ચરણોમાં નારિયેળ, ફૂલ અને પ્રસાદ ચઢાવી પોતાના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાર્થના કરી રહ્યા હતા. નવા વર્ષના પ્રારંભે મા ચામુંડાના આશીર્વાદ લેવા માટે અનેક શ્રદ્ધાળુઓ પરિવાર સાથે આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં એક લાખથી વધુ ભક્તો દ્વારા મા ચામુંડા માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવવામાં આવી છે. બેસતું વરસ અને બીજના દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે 3:30 વાગ્યેથી લઈ અને મોડી સાંજ સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. તહેવાર સમયે મંદિરમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યું છે.
ચોટિલાના ડૂંગર પર બિરાજમાન મા ચામુંડાના દર્શન માટે એક હજાર પગથિયાં ચડીને જતા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ભોજન અને રહેવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. સુરક્ષા દળો, પોલીસ કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાને સુચારુ રાખવામાં આવી હતી. પાણી, આરામ અને આરોગ્ય સેવાઓ માટે પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ચોટીલા મંદિરના મુખ્ય મહંત અમૃતગિરી ગોસ્વામીએ જણાવ્યું કે, ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા અને અન્ય રહેવા જમવા શહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ અને મંદિર પરિસરમાં 500થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 300 થી વધુ હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.








