Homeગુજરાતીગુજરાતગુજરાત એનર્જીએ સીએનજી ગેસના પ્રતિકિલોના ભાવમાં રૂપિયા 5નો વધારો કર્યો

ગુજરાત એનર્જીએ સીએનજી ગેસના પ્રતિકિલોના ભાવમાં રૂપિયા 5નો વધારો કર્યો

અમદાવાદ, 15 નવેમ્બર, 2026 : Gujarat Energy increases the price of CNG gas by Rs 5 per kg રાજ્યમાં દૂધના ભાવમાં વધારા બાદ ગુજરાત એનર્જી કંપનીએ સીએનજી ગેસના ભાવમાં પ્રતિકિલો રૂપિયા 5નો તોતિંગ વધારો કર્યો છે. આ ભાવવધારા બાદ સીએનજીનો જૂનો ભાવ ₹88.76 પ્રતિ કિલો હતો તે હવે વધીને ₹93.76 પ્રતિ કિલો થયો છે. સીએનજીના ભાવ વધતા મોંઘવારીમાં વધારો થશે.

ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ) દ્વારા સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં 5 રૂપિયાનો ભાવ વધારો લાગુ કરવામાં આવતા હવે ગુજરાત એનર્જી સીએનજી ગેસના ભાવ પ્રતિ કિલોએ 88.76 રૂપિયાથી વધીને હવે 93.76 રૂપિયા પહોંચ્યો છે. નવા ભાવ વધારો રાત્રે 12 વાગ્યા બાદથી લાગુ થઈ ગયો છે. અગાઉ ગુજરાત એનર્જી ગેસ દ્વારા 18 ઓગસ્ટના રોજ ભાવમાં વધારો કર્યો હતો. તે સમયે 3.75 રૂપિયાનો સીએનજી ના ભાવમાં વધારો કરવામાં આવતા 85.01થી વધીને સીએનજીનો ભાવ 88.76 રૂપિયા થઈ ગયો હતો. એટલે કે અંદાજે ચાર મહિના બાદ ફરી સીએનજી ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

દિવાળી બાદ મોંઘવારીના માર વચ્ચે CNGના ભાવમાં થયેલા વધારાથી વાહનચાલકોને વધુ એક આર્થિક ફટકો પડ્યો છે. સીએનજી સંચાલિત કાર, રિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરતા લોકોને હવે ગેસ ભરાવવા માટે અગાઉ કરતાં વધુ નાણાં ખર્ચવા પડશે. જો કે થોડા સમય પહેલા અદાણી દ્વારા પણ સીએનજી ના ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો.

ગુજરાત એનર્જી દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કરતા વાહન ચાલકોને વધુ અસર થવાની છે. સતત સીએનજીના ભાવમાં વધારો થતા હવે પેટ્રોલ અને સીએનજીના ભાવ સમકક્ષ પહોંચી ગયા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img