Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં એરપોર્ટ પર સ્પાઈજેટની ફ્લાઈટ કેન્સલ થતાં પ્રવાસીઓ રઝળી પડ્યાં

અમદાવાદમાં એરપોર્ટ પર સ્પાઈજેટની ફ્લાઈટ કેન્સલ થતાં પ્રવાસીઓ રઝળી પડ્યાં

અમદાવાદ, 20 નવેમ્બર, 2026 : Passengers stranded as SpiceJet flight cancelled શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર બુધવારે રાત્રે 10.20 કલાકની નવી દિલ્હી જતા સ્પાઈજેટની ફ્લાઈટને 10 વખત લેઈટ કર્યા બાદ પ્રવાસીઓ એરપોર્ટ પર બેસીને ફ્લાઈટની રાહ જોઈને કંટાળ્યા હતા. ત્યારબાદ રાતના 12 વાગ્યે ફ્લાઈટ કેન્સલ કરી હોવાની પ્રવાસીઓને જાણ કરાતા 100થી વધુ પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. કેટલાક પ્રવાસીઓએ એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફ સામે ઉગ્ર રજુઆત કરી હતી.

 અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર બુધવારની રાત્રે ફરી એકવાર સ્પાઇસજેટની દિલ્હી જતી ફલાઈટ એકાએક રદ કરાતા 100થી વધુ પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. બુધવારે રાત્રે 10:20 વાગ્યે અમદાવાદથી નવી દિલ્હી જતી ફ્લાઇટને 10 વખત ડિલે કર્યા બાદ રાત્રે 12 વાગ્યે અચાનક કેન્સલ કરી દેવામાં આવી હતી. એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા કોઈ યોગ્ય જવાબ ન મળતા પ્રવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્પાઇસજેટના કર્મચારીએ પ્રવાસીઓને શાંત પાડવા માટે રિફન્ડ આપવાની વાત કરતા એક પ્રવાસીએ કહ્યું કે, રિફન્ડ નથી જોઈતું, તમને અને તમારી કંપનીને હું દાન કરું છું.

 અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરથી ટેકઓફ થનારી દિલ્હીની ફ્લાઇટને એરલાઇન્સ દ્વારા 18 નવેમ્બરના રોજ રાત્રે 10:20 કલાકે એક-બે વાર નહીં, પરંતુ અંદાજે 10 વખત ડિલે કરવામાં આવી હતી. પ્રવાસીઓ કલાકો સુધી એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા બેસી રહ્યા હતા અને અંતે રાતે 12 વાગ્યે એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ કેન્સલની જાહેરાત કરતા 100થી વધુ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતાં. આથી પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્પાઇસજેટના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લોકોના જણાવ્યાં મુજબ, એરલાઇન્સના સ્ટાફ દ્વારા શરૂઆતમાં ફ્લાઇટ જશે, તેવો ખોટો ભરોસો આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ કોઈ બીજો વિકલ્પ પણ પસંદ કરી શક્યા નહોતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img