પાલનપુર, 27 નવેમ્બર, 2026 : Traffic police drive against caste-religion writings on vehicles ગુજરાત સરકારે વાહનો પર જાતિ-જ્ઞાતિ કે ધર્મના લખાણો સામે પ્રતિબંધ ફરમાવીને તાજેતરમાં પરિપત્ર જારી કર્યો છે. ત્યારે પાલનપુર ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજીને વાહનો પર લખાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરના લોકોએ ટ્રાફિક પોલીસની કામગીરીને આવકારી હતી.
બનાસકાંઠા જિલ્લા મથક એવા પાલનપુર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો પરથી જાતિ અને ધર્મ સૂચક લખાણો દૂર કરાવવા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. રાજ્ય સરકારના મોટર વ્હીકલ નિયમોમાં સુધારા બાદ પોલીસે લખાણો દૂર કરાવ્યાં હતા. મોટાભાગના વાહનચાલકોએ પોલીસની હાજરીમાં જ જાતે જ જ્ઞાતિ-જાતિ-ધર્મના લખાણો વાહનો પરથી દૂર કર્યા હતા.
પાલનપુર શહેરમાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા વકરતી જાય છે. ત્યારે રોડ પર પાર્ક થતાં વાહનો તેમજ બ્લેકફિલ્મ લગાવીને ફરતા વાહનો સામે ડ્રાઈવ યોજવાની માગ ઊઠી છે. વાહનો પરથી જાતિ-ધર્મના લખાણો દૂર કરાવવા કાયદાકીય કાર્યવાહી જરૂરી હોઈ શકે છે. જોકે, શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આવી ડ્રાઇવ પૂરતી નથી અને ટ્રાફિકની મૂળ સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે તો તેની અસર થોડા સમય પૂરતી રહી શકે છે. શહેરની ટ્રાફિક સમસ્યાઓ સામે પણ સતત કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.








