1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના કતારગામમાં ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત, એકને ગંભીર ઈજા
સુરતના કતારગામમાં ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત, એકને ગંભીર ઈજા

સુરતના કતારગામમાં ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત, એકને ગંભીર ઈજા

0
Social Share

સુરત, 27 એપ્રિલ 2026Biker dies after being hit by truck શહેરના કતારગામ વિસ્તારમાં અલકાપુરી બ્રિજ નીચે સુમુલ ડેરીના ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલક 54 વર્ષીય કાંતિભાઈ ગેવરીયાનું મોત નીપજ્યું હતુ. જ્યારે બાઈકસવાર મૃતકના નાના ભાઈ વજુભાઈ ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના નાના વરાછા વિસ્તારમાં રહેતા વજુભાઈ ગેવરીયા (ઉ.વ. 52) અને તેમના મોટા ભાઈ કાંતિભાઈ પોતાની બાઈક (GJ-05-KC-1111) પર જૂના કતારગામથી બેડ લેવા માટે નીકળ્યા હતા. અલકાપુરી બ્રિજ નીચે સર્કલ પાસે વણાંક લેતી વખતે પાછળથી આવી રહેલા સુમુલ ડેરીના ટ્રકે (GJ-21-Y-6900) બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે બાઈકસવાર બંને ભાઈઓ રોડ પર પટકાયા બાદ ટ્રકની નીચે અમુક અંતર સુધી ઘસડાયા હતા. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યો હતા દુર્ઘટના બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત વજુભાઈને વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગંભીર ઈજાઓ પામેલા કાંતિભાઈને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ટેક્સટાઈલ વ્યવસાય સાથે સંકળાયેલા અને સરથાણામાં રહેતા કાંતિભાઈના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કતારગામ પોલીસે આ મામલે ટ્રક ચાલક પ્રિન્સ સંજયભાઈ પાલ (ઉ.વ. 18, રહે. મહિધરપુરા) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો 281, 106(1), 125(a), 125(b) અને મોટર વાહન અધિનિયમ હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીએસઆઈ મુકેશભાઈ કાનાણી આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code