1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાલોલ નજીક કાર અકસ્માતમાં 4નાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાલોલ નજીક કાર અકસ્માતમાં 4નાં મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાલોલ નજીક કાર અકસ્માતમાં 4નાં મોત

0
Social Share

કાલોલ, 27 એપ્રિલ 2026: 4 killed in car accident near Kalol દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પંચમહાલના કાલોલ નજીક પૂરપાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ જઈને ફંગોળાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના ખીનજી પરિવારના ચાર સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરાનો ખીનજી પરિવાર રાજસ્થાન પ્રવાસથી પરત ફરી રહ્યો હતો. ત્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાલોલ નજીક પહોંચતા જ કારની ગતિ વધુ હોવાથી ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, અને કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી સાઈડમાં જઈને ફંગાળાઈ હતી. આ અકસ્માતમાં કારમાં પ્રવાસ કરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતકોના નામ સાજિદ ઇકબાલ ખીનજી (ઉંમર 55 વર્ષ), ઇલિયાસ ઇકબાલ ખીનજી (ઉંમર 50 વર્ષ), ઇશાક ઇકબાલ ખીનજી (ઉંમર 48 વર્ષ) અને રેહાન અજગર ખીનજી (ઉંમર 35 વર્ષ)નો સમાવેશ થાય છે.

 અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં કાલોલ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી, ઘટનાના ચોક્કસ કારણો અને અન્ય વિગતો મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code