1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અસહ્ય ગરમીને લીધે શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા સંચાલકોની માગ
અસહ્ય ગરમીને લીધે શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા સંચાલકોની માગ

અસહ્ય ગરમીને લીધે શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા સંચાલકોની માગ

0
Social Share

અમદાવાદ, 27 મે 2026 : Administrators demand extension of summer vacation ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારે 43 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે 8મી જુને ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યુ છે. તેથી  શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા માંગ ઉઠી છે. રાજ્યના શાળા સંચાલક મંડળે 8 જૂનથી શરૂ થનાર સત્ર 18 જૂનથી શરૂ કરવા માંગ કરી છે. સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે.

રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ વખતે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે જેના કારણે અમદાવાદ સહિત શહેરોમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. શાળાઓમાં 8મી જુને ઉનાળુ વેકેશન પૂર્ણ થશે. અસહ્ય ગરમીને લીધે બાળકોના આરોગ્ય પર અસર પડી શકે છે. બીજીબાજુ ઈંધણની પણ અછત છે. તેથી શાળા સંચાલક મહામંડળે ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા માંગ કરી છે. ઉનાળાનું વેકેશન 8 જૂનથી શરૂ થનાર સત્ર 18 જૂનથી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. અસહ્ય ગરમીને લીધે શાળાઓ જલ્દી શરૂ ના કરવી જોઈએ તેવું શાળા સંચાલક મંડળનું માનવું છે.

 શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાને પણ ઇંધણ બચાવવા અપીલ કરી હોવાથી વેકેશન લંબાવવામાં આવે. નવું સત્ર શરૂ થયા બાદ ધોરણ 1 થી 5 માટે અઠવાડિયાના પાંચ દિવસ શિક્ષણ કરવામાં આવે. 6 થી 8 માટે અઠવાડિયાના ત્રણ દિવસ અને 9 થી 12 ઓનલાઇન કરવા માંગ કરવામાં આવી છે.  રાજ્યમાં છેલ્લા દસેક દિવસથી ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી આસપાસ જોવા મળ્યો છે. બપોરે 12 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી કરફ્યૂ જેવી સ્થિતિ શહેરોમાં જ નહીં નાના ગામડાઓમાં પણ જોવા મળે છે. આ બાજુ ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ 8 જૂનથી શાળાઓ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. એવા સંજોગોમાં અમે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે કે આવનારું વેકેશન 18 તારીખ સુધી લંબાવવામાં આવે. ગુજરાતમાં 20 કે 22 તારીખ આસપાસ વરસાદ આવી જતો હોય છે, આથી એકાદ વરસાદ થઈ જાય તો વાતાવરણમાં ઠંડક થતા નાના બાળકોને ઠંડક મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code