1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના વટવામાં રોડ પડેલા ભૂવામાં બાઈક ગરકાવ, AMCની લાપરવાહી
અમદાવાદના વટવામાં રોડ પડેલા ભૂવામાં બાઈક ગરકાવ, AMCની લાપરવાહી

અમદાવાદના વટવામાં રોડ પડેલા ભૂવામાં બાઈક ગરકાવ, AMCની લાપરવાહી

0
Social Share

અમદાવાદ, 6 મે 2026: Bike sinks in mud on road શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ રોડ પર રાતના સમયે મોટો ભૂવો પડતા એક બાઈકચાલક ભૂવામાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ દોરડાની મદદથી પેલા ઊંડા ખાડામાં ફસાયેલા બાઈકચાલકને બહાર કાઢ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીથી શહેરના વટવા વિસ્તારના બીબી તળાવ રોડ પર ગત 5મી મેની રાત્રે એકાએક રસ્તો બેસી જતાં સર્જાયેલા વિશાળ ભુવામાં એક નિર્દોષ બાઈક સવાર યુવક ખાબક્યો હતો.  અંકિત યાદવ નામનો યુવક પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક જ જમીન ફાટી હોય તેમ મોટો ભુવો પડતા અંકિત બાઈક સાથે ભૂવામાં ગરકાવ થઈ ગયો. આ અણધારી દુર્ઘટના જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ તુરંત સાવચેતી વાપરી ભુવાની આસપાસ બેરિકેડ્સ ગોઠવી દીધા હતા. દરમિયાન આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ દોરડાની મદદથી ઊંડા ખાડામાં ફસાયેલા અંકિતને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેની બાઈકને પણ બહાર કાઢવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ તંત્રની બેદરકારીએ અનેક સવાલો ઉભા કર્યા છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ  અમે ગત 27મી એપ્રિલના રોજ જ લેખિતમાં ડેપ્યુટી સિટી એન્જિનિયરને રજૂઆત કરી હતી કે, આ માર્ગ પર ભુવો પડવાની પૂરી શક્યતા છે. તેમ છતાં, દક્ષિણ ઝોનના એન્જિનિયર વિભાગે આ રજૂઆતને કચરાપેટીમાં નાખી દીધી અને કોઈ જ તપાસ કે સમારકામ કર્યું નહીં. તંત્રના આ બેજવાબદાર વલણને કારણે આજે એક નાગરિક હોસ્પિટલના બિછાને છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code