HomeગુજરાતીગુજરાતMS યુનિ. કેમ્પસમાં કાર પૂર ઝડપે દોડાવી સ્ટંટબાજી કરતા ચાલકની ધરપકડ

MS યુનિ. કેમ્પસમાં કાર પૂર ઝડપે દોડાવી સ્ટંટબાજી કરતા ચાલકની ધરપકડ

વડોદરા, 26 જુન, 2026 : Driver arrested for performing stunts in car શહેરની એમ એસ યુનિવર્સિટીના કેમ્પસમાં કાર પૂર ઝડપે ચલાવીને સ્ટંટ કરતા કારચાલકનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. કેમ્પસના શાંત વાતાવરણમાં એક કાર ચાલકે પોતાની લક્ઝુરિયસ કારને જાણે રેસિંગ ટ્રેક સમજી લીધી હોય તેમ બેફામ સ્પીડે દોડાવી હતી. ત્યારે આસપાસના લોકો અને બાજુમાં આવેલી સ્કૂલના બાળકો પણ ગભરાઈ ગયા હતા. આ સમગ્ર વીડિયો વાયરલ થતા પોલીસે પણ કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સયાજીગંજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં કાર ચાલકે કાન પકડીને માફી માંગી હતી.

આ બનાવની વિગત એવી હતી. કે, શહેરની એમ એસ યુનિવર્સિટીના કેમ્પસમાં કાર પૂર ઝડપે ચલાવીને સ્ટંટ કરતા કારચાલકનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો.  યુનિવર્સિટી કેમ્પસમાં કારની ગતિ એટલી જોરદાર હતી કે, તેનો ભયાનક અવાજ સાંભળીને જ રસ્તે ચાલતા લોકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. સૌથી વધુ ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ હતી કે, આ રફ્તારના કહેર વચ્ચે એક્સપેરિમેન્ટલ સ્કૂલના નાના બાળકો માંડ-માંડ ભોગ બનતા બચ્યા હતા. જો સહેજ પણ ચૂક થઈ હોત, તો એક મોટી અને કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ શકી હોત. કાર ચાલકની આ જીવલેણ બેદરકારીએ અનેક નિર્દોષોના જીવ જોખમમાં મૂક્યા હતા.

સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ થતાં સયાજીગંજ પોલીસે કાર ચાલક કરણ નરોતમભાઈ ભાભોર (ઉ.વ.22 રહે-સંજયનગર ઝુપડપટ્ટી, સમા, વડોદરા)ની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ સ્ટેશનમાં કાર ચાલકે કાન પકડીને માફી માંગી હતી.

સંબંધિત લેખો

Most Popular