1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીરના જંગલમાંથી 65 હરણને પકડીને દીપડાના ખોરાક માટે સુરત રેન્જમાં મુક્ત કરાયા
ગીરના જંગલમાંથી 65 હરણને પકડીને દીપડાના ખોરાક માટે સુરત રેન્જમાં મુક્ત કરાયા

ગીરના જંગલમાંથી 65 હરણને પકડીને દીપડાના ખોરાક માટે સુરત રેન્જમાં મુક્ત કરાયા

0
Social Share

સુરત, 26 જુન, 2026 : 65 deer released in Surat range for leopard food જિલ્લાના માંડવી અને આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ત્રાસ વધી રહ્યો છે. દીપડા શિકારની શોધમાં શહેરી વિસ્તાર સુધી આવી જતા હોય છે. દીપડાઓને જંગલ વિસ્તારમાં જ કૂદરતી ખોરાક મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ગીરના જંગલમાંથી ટપકાવાળા 65 જેટલા હરણને પકડીને સુરતના માંડવી ફોરેસ્ટ રેન્જમાં મુક્ત કરાયા છે.

 સુરત વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ જિલ્લાના માંડવીના જંગલોમાં હાલમાં 104 કરતાં પણ વધુ દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. દીપડાઓની વધતી વસતીની સરખામણીમાં જંગલ વિસ્તારમાં તેમના માટેનો પૂરતો ખોરાક એટલે કે નાના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા મર્યાદિત બની ગઈ છે. આ વન્યજીવનની અસમતુલાને કારણે દીપડાઓ પોતાના કુદરતી રહેઠાણમાંથી બહાર નીકળીને ખોરાક મેળવવા માટે મજબૂર બન્યા છે.  જેના લીધે શિકારની શોધમાં દીપડાઓ શહેરી વિસ્તાર સુધી આવી જતા હોય છે. દીપડાઓને જંગલની બહાર જતા રોકવા માટે સુરત વન વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પૂર્વે વન વિભાગ દ્વારા જંગલની અંદર જ જંગલી મરઘીઓ માટેનું એક વિશેષ બ્રીડિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રક્રિયાના આગામી અને મજબૂત પગલાંરૂપે હવે સીધા ગીરના સમૃદ્ધ જંગલમાંથી તૃણાહારી પ્રાણીઓને અહીં લાવીને ઓપન ફોરેસ્ટમાં છોડવાની મહત્વની વ્યૂહરચના અપનાવવામાં આવી છે.

સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષકના કહેવા મુજબ  દીપડાઓને રહેણાંક વિસ્તારો તરફ આવતા રોકવા વન વિભાગે જંગલમાં જ ખોરાકની સાંકળ મજબૂત કરવાનું નક્કી કર્યું હતું. ગીરના વનમાંથી ખૂબ જ તકેદારીપૂર્વક ત્રણ અલગ-અલગ બેચમાં આ હરણોને સુરત લાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બેચમાં 30 હરણ, બીજી બેચમાં 15 હરણ અને ત્રીજી બેચમાં 20 હરણોનો સમાવેશ થાય છે. આ રીતે તમામ ટપકાવાળા હરણોને માંડવીની વન્યજીવ રેન્જમાં સફળતાપૂર્વક રિલીઝ કરી દેવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code