1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાયબર ફ્રોડ માટે APK ફાઈલ વેચતી જામતારાની ગેન્ગને પોલીસે ટ્રેનમાંથી દબોચી લીધી
સાયબર ફ્રોડ માટે APK ફાઈલ વેચતી જામતારાની ગેન્ગને પોલીસે ટ્રેનમાંથી દબોચી લીધી

સાયબર ફ્રોડ માટે APK ફાઈલ વેચતી જામતારાની ગેન્ગને પોલીસે ટ્રેનમાંથી દબોચી લીધી

0
Social Share

અમદાવાદ, 26 જુન, 2026 : Police catch gang selling APK files for cyber fraud ઝારખંડના જામતારાની સાયબર ફ્રોડ ગેન્ગ દેશભરમાં કૂખ્યાત છે. અલગ અલગ ગેન્ગના સભ્યો લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરવામાં પાવરધા હોય છે. આવી જ એક ગેન્ગના ત્રણ શખસોને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે રેલવે પોલીસની મદદથી ઝડપી લીધા છે. પકડાયેલા શખસો APK ફાઈલ બનાવીને કોલ સેન્ટરોને વેચીને મહિનો રૂપિયા 50 લાખ કમાતા હતા. કોઈપણ વ્યક્ત પોતાના મોબાઈલમાં આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેક થઈ જાય છે. અને તેના એક્સેસ સાયબર માફિયા પાસે જતા રહે છે. અને મોબાઈલ સાથે લીંન્ક થયેલા બેન્ક ખાતા ખાલી કરી દેવાતા હોય છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણ શખસોને ઝડપી લીધો છે. આ ગેન્ગના સભ્યો APK ફાઈલ બનાવવામાં પાવરધા છે. માત્ર 5માં ધોરણ સુધી ભણેલા સાયબર ફ્રોડ શખસો APK ફાઈલ બનાવીને કોલ સેન્ટરોને વેચાણ કરતા હતા. સામાન્ય નાગરિકોના મોબાઇલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી મિનિટોમાં લાખો રૂપિયા સેરવી લેતી એપીકે (APK) ફાઇલ બનાવનાર અને તેનું દેશવ્યાપી નેટવર્ક ચલાવનાર આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર સહિત કૂલ 3 આરોપીઓની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસના સૂત્રોના કહેવા મુજબ પકડાયેલા ત્રણેય સાયબર ફ્રોડ આરોપીઓ માત્ર ધોરણ 5 થી 10 સુધી ભણેલા હોવા છતાં યુટ્યુબ અને ટેલિગ્રામના માધ્યમથી ડેટા હેકિંગ માટેની નકલી એપીકે ફાઇલો બનાવતા શીખ્યા હતા. તેઓ ટેલિગ્રામ પર વિશેષ બોટ તૈયાર કરીને સાયબર ફ્રોડ કરનારી ગેંગ અને કોલ સેન્ટરોને આ એપ્લિકેશનો વેચતા હતા. આ કાળા કારોબાર થકી આરોપીઓ દર મહિને 40થી 50 લાખ રૂપિયાની કમાણી કરતા હોવાનો સ્ફોટક ખુલાસો થયો છે.

આ ગુનાની વિગત એવી છે કે, શહેરના હાંસોલ વિસ્તારમાં રહેતા એક નાગરિકને થોડા સમય પહેલા તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી સાબરમતી ગેસ લિમિટેડનું બિલ ભરવાની નોટિસ સાથે એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. ભોગ બનનારે આ અજાણી ફાઇલ ડાઉનલોડ કરીને જેવી તેમાં પોતાની અંગત વિગતો ભરી કે તુરંત જ તેમનો આખો મોબાઇલ ફોન રિમોટ એક્સેસ દ્વારા હેક થઈ ગયો હતો. સાયબર ઠગોએ તેના આધારે ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી કૂલ 6.68 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ મથકમાં ગુનો દાખલ થતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે તપાસ શરૂ કરી હતી, જેની કડીઓ છેક ઝારખંડની રીઢા સાયબર ગુનેગારોની ગેંગ સુધી લંબાઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code