1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મોરબીના જશાપર નજીક બાયપાસ બનાવવાથી 100 વિઘા ફળદ્રુપ જમીન પ્રભાવિત થશે
મોરબીના જશાપર નજીક બાયપાસ બનાવવાથી 100 વિઘા ફળદ્રુપ જમીન પ્રભાવિત થશે

મોરબીના જશાપર નજીક બાયપાસ બનાવવાથી 100 વિઘા ફળદ્રુપ જમીન પ્રભાવિત થશે

0
Social Share

મોરબી, 11 જુન, 2026 100 bighas of fertile land will be affected by the bypass  જિલ્લામાં ખેડૂતોએ તંત્ર સામે બાંયો ચડાવી છે. જેમાં જેતપર ગામના ખેડૂતોનો વીજપોલ સ્થાપિત કરવા સામે લડત શરૂ કરવામાં આવી છે. જ્યારે જસાપર ગામ પાસે પ્રસ્તાવિત બાયપાસનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેતપુર ગામના ખેડૂતોએ બાયપાસના વિરોધમાં  રેલી યોજી હતી. ખેડૂતોએ પરશુરામ પોટરીથી કલેક્ટર કચેરી સુધી ‘જય જવાન, જય કિસાન’ના નારા સાથે કૂચ કરી, બાયપાસ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. અને એવી રજુઆત કરી હતી કે, પ્રસ્તાવિત બાયપાસને કારણે આશરે 100 વીઘા ફળદ્રુપ જમીન સીધી અસરગ્રસ્ત થશે. આ ઉપરાંત, આસપાસનો 2,000 વીઘા જેટલો વિસ્તાર પણ વિવિધ રીતે પ્રભાવિત થવાની શક્યતા છે.

મોરબીમાં ખેડૂતોની રેલીમાં જસાપર ગામના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ યોજના રદ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે બાયપાસના નિર્માણથી તેમની ખેતી અને જીવનનિર્વાહ પર નકારાત્મક અસર પડશે, તેથી સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. પ્રસ્તાવિત બાયપાસને કારણે આશરે 100 વીઘા ફળદ્રુપ જમીન સીધી અસરગ્રસ્ત થશે.

મોરબીના જેતપર ગામના ખેડૂતોએ પણ વીજપોલ સ્થાપિત કરવાના વિરોધમાં સરકાર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના ખાનગી કંપની દ્વારા તેમના ખેતરોમાં વીજપોલ ઊભા કરવાનું કામ શરૂ કરાયું છે. આ મુદ્દે ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમની મુખ્ય માંગણી છે કે જ્યાં સુધી વળતરનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી કામગીરી બંધ કરવામાં આવે. ખેડૂતોને વળતરની રકમ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. છેલ્લા બે-ત્રણ દિવસથી ખેડૂતો દ્વારા આ કામગીરી રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બન્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code