
ઈ-વાહનો ઉપરની સબસીડી નાબુદ કરવાની સરકારની વિચારણા
- નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આપ્યાં સંકેત
- ઈ-વાહનોની માંગ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો
નવી દિલ્હીઃ ઈલેક્ટ્રીક વાહનો ઉપરની સબસીડી ખતમ કરવાનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સકેત આપતા જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનો પર સબસીડી ખતમ કરવાની જરુર છે, હવે વપરાશકારો વધારે જાગૃત બન્યાં છે અને જાતે જ ઈવી અને સીએનજી વાહન પસંદ કરી રહ્યાં છે.
બીએનઈએફ શિખર સંમેલનમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, પ્રારંભમાં ઈવી વાહનોનું ઉત્પાદન મોંઘુ હતી, પરંતુ જેમ જેમ માંગ વધવાની સાથે ઉત્પાદન ખર્ચ પણ ઘટ્યો છે. જેથી આગામી દિવસોમાં સબસીડીની જરૂર નહીં રહે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, વપરાશકારો હવે ઈવી અને સીએનજી વાહનો ઉપર પસંદગી ઉતારી રહ્યાં છે, એટલે મને લાગે છે કે હવે ઈવી વાહનો ઉપર વધારે સબસીડી આપવાની જરૂર નથી. ઈલેક્ટ્રીક વાહનો ઉપર જીએસટી પેટ્રોલ અને ડિઝલ વાહનોની સરખામણીએ ઓછું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા મતે ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદન ઉપર હવે સરકાર દ્વારા સબસીડી આપવાની જરૂર નથી, સબસીડીની માંગણી હવે યોગ્ય નથી. હાલના સમયે હાઈબ્રિડ સહિત ઈન્ટરનલ કંબ્શન એન્જિન દ્વારા સંચાલિત વાહનો પર 28 ટકા જીએસટી અને ઈલેક્ટ્રીક વાહનો ઉપર પાંચ ટકા જીએસટી લાગે છે.
કેન્દ્રીય મંત્રી એચ.ડી કુમારસ્વામીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, સરકાર પોતાની મુખ્ય ઈલેક્ટ્રીક મોબિલિટી અપનાવવાની યોજના એફએએમઈના ત્રીજા તબક્કાને એકાદ-બે મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેશે. હાલ આ યોજનાને લઈને મળેલા ઈનપુટ ઉપર કામ ચાલી રહ્યું છે, હાઈબ્રિડ અને ઈવેક્ટ્રીક વાહન યોજાના પ્રથમ બે તબક્કાના મુદ્દાઓના ઉકેલ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે.