1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સીઝનનો 67.74 ટકા વરસાદ પડ્યો, કચ્છમાં સૌથી ઓછો વરસાદ
ગુજરાતમાં સીઝનનો 67.74 ટકા વરસાદ પડ્યો, કચ્છમાં સૌથી ઓછો વરસાદ

ગુજરાતમાં સીઝનનો 67.74 ટકા વરસાદ પડ્યો, કચ્છમાં સૌથી ઓછો વરસાદ

0
Social Share

અમદાવાદ, 5 ઓગસ્ટ 2026 : Gujarat received 67.74% of the season’s rainfall ગુજરાતમાં સીઝનનો 67.74 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 96.28 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.29 ટકા, મધ્ય ગુજરાતમાં 66.46 ટકા, સૌરાષ્ટ્રમાં 54.54 ટકા અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 29.05 ટકા પડ્યો છે. રાજ્યના ત્રણ તાલુકામાં તો બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. તેમજ 7 તાલુકામાં 5 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. દરમિયાન  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 25.36 ઈંચ (69.74%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.28% વરસાદ પડ્યો છે. સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમ 78.35% અને અન્ય જળાશયો 62.63% ભરાયા છે, જ્યારે 27 ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થયા છે.

રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીના કેટલાક સ્થળોએ અને કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. મોનસૂન ટ્રફ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code