સુરેન્દ્રનગર, 20 ઓગસ્ટ, 2026 : Hit-and-run on Wadhwan-Lakhtar Road વઢવાણ-લખતર રોડ પર પેપર મિલ નજીક રાતના સમયે હિટ એન્ડ રનના બનાવમાં બાઈક પર સવાર પતિ-પત્ની અને માસુમ પૂત્રનું મોત નિપજ્યુ હતું. લખતર તાલુકા પંચાયતમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રવિભાઈ પરમાર, તેમના પત્ની દીપિકાબેન પરમાર અને પૂત્ર દિવ્યેશ બાઈક પર સવાર થઈને લખતરથી રતનપુર જઈ રહ્યા હતા. ત્યારે તેમની બાઈકને અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકચાલક રવિભાઈ પરમારનું સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસ દ્વારા અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, વઢવાણ-લખતર રોડ પર પેપર મિલ નજીક રાતના સમયે હિટ એન્ડ રનના બનાવમાં બાઈક પર સવાર પતિ-પત્ની અને માસુમ પૂત્રનું મોત નિપજ્યુ હતું. લખતર તાલુકા પંચાયતમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રવિભાઈ પરમાર, તેમના પત્ની દીપિકાબેન પરમાર અને પૂત્ર દિવ્યેશ બાઈક પર સવાર થઈને લખતરથી રતનપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન દેદાદરા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં દીપિકાબેન અને તેમના પુત્રનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક રવિભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગે વઢવાણના પીઆઇએ જણાવ્યું કે, રાત્રે બાઈકચાલક, પત્ની અને બાળક સાથે બાઈક પર લખતરથી સુરેન્દ્રનગર રતનપર પોતાના ઘેર પરત આવી રહ્યાં હતા, ત્યારે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ચાલકની પત્ની અને બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બાઈક ચાલકને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લવાતા સારવાર દરમિયાન આ યુવાનનું પણ મોત નીપજતા આ અકસ્માતની ઘટનામાં ત્રણેય લોકોના મોત નીપજ્યા છે, ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને વઢવાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ સ્રોતોના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


