1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 1.5 લાખથી વધુ સરકારી સંપત્તિઓનું થશે ડિજિટલ મૉનિટરિંગ
ગુજરાતમાં  1.5 લાખથી વધુ સરકારી સંપત્તિઓનું થશે ડિજિટલ મૉનિટરિંગ

ગુજરાતમાં 1.5 લાખથી વધુ સરકારી સંપત્તિઓનું થશે ડિજિટલ મૉનિટરિંગ

0
Social Share

ગાંધીનગર, 10 માર્ચ 2026: More than 1.5 lakh government properties to be digitally monitored in Gujarat નાગરિકોની સલામતી તથા જાહેર મિલ્કતોના સંરક્ષણને ટોચની પ્રાથમિકતા આપતાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલ’ અમલી બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ કરવામાં આવેલા આ નિર્ણય સાથે જ; હવે રાજ્યમાં હયાત રોડ, બ્રિજ, બિલ્ડિંગ સહિત તમામ સરકારી તેમજ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રાજ્ય કક્ષાએથી ઇન્ટીગ્રેટેડ મૉનિટરિંગ થશે કે જેથી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય પ્રજાની સલામતી માટે જોખમકારક ન બને.

આ નિર્ણય માત્ર એક ટેક્નિકલ ઇનોવેશન નથી; પણ સરકારની સંવેદનશીલતા, પારદર્શકતા તથા સમયબદ્ધ જવાબદારીનો સશક્ત દાખલો છે. રાજ્ય સરકારે આ પહેલ વડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિકાસની સાથે-સાથે સુરક્ષા, ગુણવત્તા તથા જાહેર વિશ્વાસ; ત્રણેય સમાન રીતે ફરજિયાત છે.

*દોઢ લાખથી વધુ એસેટ્સ હવે ઇન્ટીગ્રેટેડ ડિજિટલ દેખરેખ હેઠળ*

રાજ્ય સરકારના આ નિર્ણય અંગે સામાન્ય વહિવટી વિભાગ (જીએડી) દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ રાજ્યના રોડ, બ્રિજ, સરકારી ઇમારતો તથા અન્ય નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત 1.50 લાખથી વધુ જાહેર સંપત્તિઓની હવે એક જ સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ પ્લેટફૉર્મ પર નોંધણી થશે. જીઆઈએસ આધારિત લોકેશન, ફોટોગ્રાફ્સ, સંરક્ષક અધિકારીની વિગતો તથા ખાસ ડિજિટલ ઓળખ; આ સંપૂર્ણ વ્યવસ્થા મિલ્કતોની આવરદાની વૈજ્ઞાનિક તેમજ સતત દેખરેખ સુનિશ્ચિત કરશે. તેનાથી માત્ર વર્તમાન સુરક્ષા જ મજબૂત નહિં થાય, પણ ભવિષ્યની બાંધકામ પ્રક્રિયા પણ ડેટા આધારિત બનશે.

*મુખ્યમંત્રીની સ્પષ્ટ પ્રાથમિકતા : નાગરિક સલામતી સાથે કોઈ સમજૂતી નહીં*

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદનશીલ વહિવટી અભિગમનાં કેન્દ્રમાં નાગરિક સલામતી છે. એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પણ મિલ્કતની માળાખકીય નબળાઈ, નિરીક્ષણમાં વિલંબ કે રિપૅરિંગની જરૂરિયાત પ્રત્યે બેદરકારી ન થાય. સ્વચાલિત નિરીક્ષણ કૅલેન્ડર તથા રિયલ-ટાઇમ ઍલર્ટ સિસ્ટમ વહીવટી તંત્રને સમયસર કાર્યવાહી માટે ફરજ પાડશે. તેના હેઠળ આ એકીકૃત પોર્ટલ પર ફીલ્ડ ઑફિસર્સ ડિજિટલ લૉગિન વડે નિરીક્ષણ રિપોર્ટ તથા ફોટોગ્રાફ્સ અપલોડ કરશે. જિલ્લા કલેક્ટરો તથા મહાનગર પાલિકા કમિશ્નરોએ સાપ્તાહિક, માસિક તથા ત્રિમાસિક સમીક્ષા કરવાની રહેશે. પ્રભારી સચિવો જિલ્લા પ્રવાસ દરમિયાન જરૂરી નિર્દેશો આપશે. આમ; વહીવટી તંત્ર દરેક કક્ષાએથી એક જ ડિજિટલ તંત્ર સાથે જોડાઈને કામ કરશે.

*જીએડીનું મૉનિટરિંગ સેલ: ઉચ્ચ કક્ષાએથી સીધી નજર*

જીએડીમાં રચાયેલ ડેડિકેટેડ એસેટ સેફ્ટી મૉનિટરિંગ સેલ રાજ્ય કક્ષાએ ડેલી મૉનિટરિંગ કરશે તથા મુખ્ય સચિવને નિયમિત રિપોર્ટ સોંપશે. આ વ્યવસ્થા મુખ્યમંત્રીની નેમ તથા ગ્રાઉન્ડ ઇમ્પ્લિમેન્ટેશન વચ્ચે કોઈ અંતર ન રહે; એ સુનિશ્ચિત કરશે.

આમ; મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલ લાગુ કરવાનો નિર્ણય ગુજરાતના વહીવટી ઇતિહાસમાં એક માઇલ સ્ટોન સાબિત થશે. આ માત્ર એક પોર્ટલ નથી; પણ સલામત, પારદર્શક અને વિશ્વાસનીય ગુજરાતના મજબૂત પાયા સમાન છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code