1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ પકડાયું, 5346 આરોપીઓ જેલમાં ધકેલાયા
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ પકડાયું,  5346 આરોપીઓ જેલમાં ધકેલાયા

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ પકડાયું, 5346 આરોપીઓ જેલમાં ધકેલાયા

0
Social Share

ગાંધીનગર, 25 જુન, 2026 : Drugs worth Rs 13,600 crore seized in Gujarat in last 5 years ૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના સબળ અને આક્રમક નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે. માફીયાઓના ડ્રગ્સની હેરાફેરી કરવા માટેના નીતનવા કાવતરાને આપણી ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સી નિષ્ફળ કરી નાંખે છે.

ગુજરાત પોલીસની આક્રમક કામગીરીના પરિણામે આજે ડ્રગ્સનો કારોબાર કરતા માફીયાઓ ગુજરાત માર્ગે અન્ય રાજ્યમાં પોતાનો માલ લઈ જતા પણ ધ્રુજી રહ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી જણાવ્યુ હતું.

રાજ્યમાં નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા પાંચ વર્ષની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા  જી. એસ. મલિકે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ માત્ર કાગળ પર નહીં, પણ વાસ્તવિક ધરાતલ પર કડકાઈથી અમલી બનાવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ 3,700 થી વધુ કેસ નોંધીને નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા 5,346 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ઓપરેશન્સ અંતર્ગત પોલીસે આશરે રૂ. 13,600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે.

ડ્રગ રિવોર્ડ પોલિસીઅને પોલીસને આઉટ ઓફ ટર્નપ્રમોશન નીતિ થકી ખાસ પ્રોત્સાહન*

કોઈપણ જંગ ત્યારે જ જીતી શકાય છે જ્યારે લડનારા સૈનિકોનો જુસ્સો આસમાને હોય. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સત્તાવાર રીતે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ડ્રગ્સના મોટા નેટવર્કને ખુલ્લા પાડનારા અને કરોડોનો જથ્થો પકડનારા બાહોશ પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ ચોક્કસ બાતમી આપનારા સામાન્ય નાગરિકો-બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે.

એટલું જ નહીં, પરંપરાગત મર્યાદાઓથી ઉપર ઉઠીને, પોતાના જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સરકારે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ આપવાની ઐતિહાસિક નીતિ અપનાવી છે. આ ક્રાંતિકારી પગલાથી પોલીસ વિભાગના જુસ્સામાં વધારો થયો છે. જેના પરિણામે હવે દરેક સ્તરનો પોલીસકર્મી આ લડાઈમાં સક્રિયપણે જોડાઈ ગયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code