Homeગુજરાતીપ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી...

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી: પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ટીમના ખેલાડીઓએ રાષ્ટ્રપતિને ક્રિકેટ બેટ ભેટ આપ્યું હતું.

રાષ્ટ્રપતિએ ટીમના સભ્યોને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ટીમની સફળતા અન્ય લોકોને તેમના જીવન અને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરણા આપશે. રાષ્ટ્રપતિએ ટીમ દ્વારા રજૂ કરાયેલા ક્રિકેટ બોલ પર હસ્તાક્ષર કર્યા હતા.

સંબંધિત લેખો

Most Popular