Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે કરી તપાસ

અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે કરી તપાસ

અમદાવાદ, 12 માર્ચ 2026: Threat to blow up the Metropolitan Court with a bomb  શહેરમાં કેટલીક શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અગાઉ ધમકી પણ મળી હતી. પણ પોલીસ તપાસમાં કંઈ મળ્યુ નહોતું, ત્યારબાદ આજે શહેરની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ હતી. હાલ આખી બિલ્ડિંગ ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી, પોલીસે પણ ડોગસ્વોર્ડ,બોમ્બ સ્વોર્ડ સાથે તપાસ કરી હતી. તપાસના અંતે કંઈ ન મળતા તંત્રએ રાહત અનુભવી હતી.

અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માત્ર હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકીઓ મળી હતી, જ્યારે આ વખતે ઘી કાંટા ખાતે આવેલી મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાવવાની પ્રથમવાર ધમકી મળી હતી

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સહિત સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સુરક્ષાના કારણોસર આખી બિલ્ડિંગ તેમજ અપના બજારમાં કાર્યરત કોર્ટના વિભાગોને પણ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઝોન-2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.

સંબંધિત લેખો

Most Popular