1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પલસાણા તાલુકાના ચલથાણા ગામે ગેસ લિકેજને લીધે લાગેલી આગમાં ત્રણનાં મોત
પલસાણા તાલુકાના ચલથાણા ગામે ગેસ લિકેજને લીધે લાગેલી આગમાં ત્રણનાં મોત

પલસાણા તાલુકાના ચલથાણા ગામે ગેસ લિકેજને લીધે લાગેલી આગમાં ત્રણનાં મોત

0
Social Share

સુરત, 23 એપ્રિલ 2026: Three killed in fire due to gas leakage જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં એક સપ્તાહ પહેલા ગેસ લિકેજને લીધે આગ ફાટી નીકળતા 6 લોકો ગંભીરરીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકોની સારવાર ચાલી રહી છે.

આ બનાવની વિગત એવી હતી કે, પલસાણા તાલુકાના ચલથાણા ગામે ખુમાનસિંહ વાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ઘરમાલિક નીરજ મિશ્રા (ઉ.વ. 40) ગત 17 તારીખે સવારે રસોઈ બનાવ્યા બાદ ભૂલથી ગેસ ચાલુ રાખીને નોકરી પર ગયા હતા. આખો દિવસ ગેસ લીક થવાને કારણે બંધ ઘર ‘ગેસ ચેમ્બર’માં ફેરવાઈ ગયું હતું. સાંજે જ્યારે નીરજ મિશ્રા ઘરે પરત ફર્યા, ત્યારે પાડોશમાં રહેતા દુર્ગાવતી દેવીએ તેમને ઘરમાંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. નીરજે સાવધાની રાખવાને બદલે જેવો દરવાજો ખોલીને લાઈટની સ્વિચ ચાલુ કરી, કે તરત જ સ્પાર્ક થતાં ઘરમાં પ્રચંડ ધડાકો થયો હતો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરની અંદર રહેલા નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી દેવી અને તેમના ચાર બાળક ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન નીચે મુજબના 3 લોકોના મોત નિપજ્યાં છે

આ હૃદયદ્રાવક ઘટનામાં ઘરમાલિક, પાડોશી મહિલા અને એક માસૂમ બાળકે જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં ભાડે આપવામાં આવતાં મકાનોમાં સુરક્ષા અને વેન્ટિલેશનના અભાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરની અંદર રહેલા નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી દેવી અને તેમના ચાર બાળક ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં સારવાર દરમિયાન નીરજ શ્રીકાંત મિશ્રા (40 વર્ષ) – ઘરમાલિક, દુર્ગાવતી અજયકુમાર યાદવ (38 વર્ષ) – પાડોશી મહિલા અને અનુજ (પાડોશી મહિલાનો પુત્ર)ના મોત નિપજતા આ વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત જાણવા મળી છે કે, આ એપાર્ટમેન્ટના જે રૂમમાં આ ઘટના બની, ત્યાં વેન્ટિલેશન (હવા-ઉજાસ)ની કોઈ જ વ્યવસ્થા ન હતી. રૂમમાં માત્ર એક બારી અને દરવાજો હોવાથી લીક થયેલો ગેસ બહાર નીકળી શક્યો નહીં અને રૂમમાં ભરાઈ રહ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code