Homeગુજરાતીગુજરાતઉખરલા ગામે વાડીમાં જુગારની રેડના ડરથી ભાગવા જતા કૂવામાં પડ્યા, 3નાં મોત

ઉખરલા ગામે વાડીમાં જુગારની રેડના ડરથી ભાગવા જતા કૂવામાં પડ્યા, 3નાં મોત

ભાવનગર, 19 ઓગસ્ટ, 2026 : Three die after falling into a well while fleeing a gambling raid. જિલ્લાના ઉખરલા ગામની એક વાડીમાં રાત્રે જુગાર રમાતો હોવાની માહિતીના આધારે સાદા ડ્રેસમાં કહેવાતી પોલીસે રેડ પાડતા જુગારીઓમાં નાસ-ભાગ મચી ગઈ હતી. દરમિયાન પોલીસના ડરથી ભાગવા જતા ચારમાંથી ત્રણ જુગારીઓ રમવાના સ્થળથી 50 મીટર દૂર આવેલા ઊંડા કૂવામાં પડતા તમામ ત્રણના મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિ કૂવા પાસે લટકી રહ્યો હોવાથી તેનો બચાવ થયો હતો. મૃતકમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ સિંધાનો સમાવેશ થાય છે.  મૃતકના પરિવારજનોના પોલીસ રેડના આક્ષેપ અંગે DySPએ જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ કરતા હાલમાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો કે નોંધ નથી પરંતુ તપાસ કરાશે કે આ ઈસમો કોણ હતા. આમ પોલીસે રેડ પાડ્યાનો ઈનકાર કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના ઉખરલા ગામે વાડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન જુગાર રમતા ત્રણ શખ્સો કૂવામાં ખાબકયા હતા. જેના કારણે ત્રણ શખ્સોના મૃત્યુ નીપજતા ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં મૃતદેહને લાવવામાં આવ્યા છે. જો કે પોલીસની રેડ હતી કે અન્ય કોઈ જુગાર રમતા શખ્સોને બૂમ પાડીને ભગાડ્યા છે તેને લઈને પરિવાર દ્વારા ન્યાયની માગણી કરવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન PSI ડી.એન જાડેજાએ જણાવ્યું હતું કે, અમને સવારે 112 માં કોલ આવેલો કે ઉખરલા ગામે કુવામાં ત્રણ શખ્સો પડી ગયા છે. જેથી અમે ત્યાં પહોંચીને મૃતકોને સર.ટી હોસ્પિટલ મોકલ્યા છે. જો કે પોલીસ દ્વારા કોઈ રાત્રે રેડ કરવામાં આવી નથી કે કોઈ રેડ કરવા ગયું હોય એવું નથી. ત્યાં લોકો શા માટે એકઠા થયા ખબર નથી. જો કે બનાવને લઈને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં વાડીના માલિક મહાવીરસિંહ વજેસિંહ ગોહિલને વધુ પૂછપરછ માટે ASP કચેરી લઈ જવાયા હતા. જ્યાં ASP ઘનશ્યામ ગૌતમ દ્વારા વાડી માલિકની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે વાડીમાં હાજર 11 પૈકી 8 લોકોની પૂછપરછ કરી છે. વાડીના માલિક મહાવીરસિંહે જણાવ્યું હતું કે, હું વાડીમાં હતો ત્યાં પોલીસવાળા ગાળો બોલતા આવ્યા હતા ને અમે બધા ભાગી ગયા હતા પોલીસ જવાનો સાદા ડ્રેસમાં હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular