Homeગુજરાતીછત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 10 નક્સલવાદી ઠાર મરાયાં

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 10 નક્સલવાદી ઠાર મરાયાં

  • સુરક્ષાદળોએ સુકમામાં અભિયાન શરૂ કર્યું હતું
  • ઘટના સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો મળ્યો
  • અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા તપાસ શરુ કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ છત્તીસગઢના સુકમામાં અભિયાન હાથ ધરીને 10 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ તપાસમાં મારક હથિયારો પણ મળી આવ્યાં છે. સુરક્ષા એજન્સીઓએ વધુ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુકમા જિલ્લાના થાના ભેઝ્ઝી વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી હતી. દરમિયાન સુરક્ષાદળો અને નક્સલવાદીઓ સામે અથડામણ થઈ હતી. બંને વચ્ચે સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો. અથડામણમાં 10 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. તેમજ ઘટના સ્થળ પરથી 3 ઓટોમેટિક રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યાં હતા.

બસ્તરના આઈજી પી.સુંદરરાજએ જણાવ્યું હતું કે, છત્તીસગઢના દક્ષિણી સુકમામાં ડીઆરજી સાથે અથડામણમાં 10 નક્સલવાદીઓ ઠાર મરાયાં છે. તેમજ સ્થળ પરથી INSAS, AK-47, SLR તથા અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે. તેમજ સમગ્ર વિસ્તારમાં હાલ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

(PHOTO-FILE)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img