1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાયલા પંથકમાં ખનીજ ચોરી સામે ચેકિંગ દરમિયાન 5 ડમ્પર પકડાયા
સાયલા પંથકમાં ખનીજ ચોરી સામે ચેકિંગ દરમિયાન 5 ડમ્પર પકડાયા

સાયલા પંથકમાં ખનીજ ચોરી સામે ચેકિંગ દરમિયાન 5 ડમ્પર પકડાયા

0
Social Share

સુરેન્દ્રનગર,8 મે 2026: 5 dumpers caught stealing minerals જિલ્લાના  સાયલા પંથકમાં ક્વોરી ઉદ્યોગમાં બેફામ ચાલતા ગેરકાયદે ખનીજ ચોરી સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડના અધિકારી સહિતની ટીમે સાયલા સર્કલ પાસેથી પસાર થતાં ડમ્પરોની તપાસ હાથ ધરી હતી. જેમાં નીતિ નિયમ વગર દોડતા ડમ્પર ચાલકો સામે એફએસની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. ડમ્પર ચાલકોને આ બાબતની જાણ થતાં અનેક ડમ્પર ચાલકોએ પોતાના ડમ્પરો અન્ય રસ્તે મૂકી દીધા હતા. જોકે રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે 5 ડમ્પરોને ડિટેઈન કર્યા હતા. જેમાં 3 ડમ્પરોના ચાલક પાસે રોયલ્ટી પાસ ન હોવાનું તેમજ અન્ય 2 ડમ્પરો ચાલકો પાસે રોયલ્ટી કરતાં વધુ ખનીજ ભરીને ઓવરલોડ માલ વહન કરતા હોવાનું બહાર આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં તંત્રની લાલા આંખ છતાયે ખનીજચોરી અટકતી નથી. ત્યારે રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડના અધિકારી સહિતની ટીમે સાયલા સર્કલ પાસેથી પસાર થતાં ડમ્પરોની તપાસ હાથ ધરી હતી. જેમાં નીતિ નિયમ વગર દોડતા ડમ્પર ચાલકો સામે એફએસની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી  જેમાં ખનીજ ચોરી કરતા 3 ડમ્પરોના ચાલક પાસે રોયલ્ટી પાસ ન હોવાનું તેમજ અન્ય 2 ડમ્પરો ચાલકો પાસે રોયલ્ટી કરતાં વધુ ખનીજ ભરીને ઓવરલોડ માલ વહન કરતા હોવાનું બહાર આવ્યું હતું. રાજકોટની ટીમ દ્વારા ગેરકાયદે માલવહન કરતા ડમ્પરોને અટકાવીને સુરક્ષા હેઠળ કવોરી ઉદ્યોગના ગ્રાઉન્ડમાં મૂકવામાં આવ્યા હતા. અંદાજે 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તમામ ડમ્પરો સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ બાબતની ક્વોરી ઉદ્યોગમાં જાણ થતા ગેરકાયદે ખનીજ ચોરી કરતા વાહનોને અટકાવી દીધા હતા. અને ખનીજ ચોરી કરતા તત્વોમાં દોડધામ જોવા મળી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code