Homeગુજરાતીગુજરાતઅંબાજીના મેળામાં વિખૂટા પડેલા 61 બાળકોને શોધી કઢાયા, 82,570 બાળકોને આઈકાર્ડ અપાયા

અંબાજીના મેળામાં વિખૂટા પડેલા 61 બાળકોને શોધી કઢાયા, 82,570 બાળકોને આઈકાર્ડ અપાયા

અંબાજી, 25 સપ્ટેમ્બર, 2026 : 61 children who were lost in the fair were found સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ સાથે નાના બાળકો પણ આવતા હોવાથી તેમના સુરક્ષા અને સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન અત્યાર સુધીમાં 61 જેટલા વિખુટા પડેલા અથવા ગુમ થયેલા બાળકોનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. મેળામાં અત્યાર સુધીમાં 82,570થી વધુ બાળકોને આઈકાર્ડ પહેરાવવામાં આવ્યા છે. આ આઈકાર્ડમાં બાળકનું નામ, સરનામું અને ઇમર્જન્સી મોબાઈલ નંબર જેવી વિગતો લખવામાં આવી છે.

અંબાજીના લોકમેળામાં બાળકો પરિવારથી વિખુટા પડી જાય અથવા ગુમ થઈ જાય તો તેમને પરિવાર સાથે ઝડપથી મિલન કરાવી શકાય તે માટે અંબાજીમાં દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ ખાતે ત્રણ બાળ સહાયતા કેન્દ્રો શરૂ કરાયા છે. આ કેન્દ્રો પર જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ તેમજ સંકલિત બાળ વિકાસ વિભાગની આંગણવાડી બહેનો બાળકોની સંભાળ રાખી રહ્યા છે. બાળ સહાયતા કેન્દ્રો દ્વારા મેળામાં અત્યાર સુધીમાં 82,570થી વધુ બાળકોને આઈકાર્ડ પહેરાવવામાં આવ્યા છે. આ આઈકાર્ડમાં બાળકનું નામ, સરનામું અને ઇમર્જન્સી મોબાઈલ નંબર જેવી વિગતો લખવામાં આવે છે. બાળક પરિવારથી વિખુટું પડી જાય ત્યારે આ વિગતોના આધારે તેના વાલી-વારસાની ઝડપથી શોધ કરવામાં મદદ મળે છે.

જિલ્લા બાળ સહાયતા કેન્દ્રની કામગીરીના પરિણામે મેળા દરમિયાન અત્યાર સુધીમાં 61 જેટલા બાળકોને તેમના વાલી-વારસો સાથે મિલન કરાવવામાં આવ્યું છે. બાળકો પરિવારથી વિખુટા પડ્યા બાદ તેમના વાલી મળે ત્યાં સુધી કેન્દ્ર પર તેમની સુરક્ષા અને કાળજી લેવામાં આવે છે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આશિષ જોશીના જણાવ્યા મુજબ, કેન્દ્રમાં બાળકોને પોતાના બાળકની જેમ હૂંફ અને કાળજી આપવામાં આવે છે. નાના બાળકોને ઘોડિયામાં સુવડાવવા, રમકડાંથી રમાડવા, નાસ્તો કરાવવા ઉપરાંત તેમની સાથે રમતો રમવામાં આવે છે. પરિવારથી વિખુટા પડવાના કારણે બાળકોમાં સર્જાતા તણાવને દૂર કરવા માટે કાઉન્સેલિંગ સેવા પણ આપવામાં આવે છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular