Homeગુજરાતીલોસ એન્જલસમાં મરીન અને નેશનલ ગાર્ડને તૈનાત કરવાના ટ્રમ્પના નિર્ણયને રોકવા તાત્કાલિક...

લોસ એન્જલસમાં મરીન અને નેશનલ ગાર્ડને તૈનાત કરવાના ટ્રમ્પના નિર્ણયને રોકવા તાત્કાલિક પ્રતિબંધના આદેશની વિનંતીને અદાલતે ફગાવી

અમેરિકાના લોસ એન્જલસમાં મરીન અને નેશનલ ગાર્ડ ટુકડીઓને તૈનાત કરવાના ટ્રમ્પ તંત્રને રોકવા માટે તાત્કાલિક પ્રતિબંધના આદેશની વિનંતીને સાન ફ્રાન્સિસ્કોના એક ફેડરલ ન્યાયાધીશે નકારી કાઢી છે. આ વિનંતી ગવર્નર દ્વારા કરવામાં આવી હતી. ન્યાયાધીશ ચાર્લ્સ આર બ્રેયરે આ વિનંતીની વધુ સુનાવણી આવતીકાલે મુકરર કરી છે. ગેરકાયદે વસાહતીઓના ઉગ્ર પ્રદર્શનને રોકવા માટે ટ્રમ્પ દ્વારા લોસ એન્જેલોસમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવાના આદેશ અપાયા હતા.

કેલિફોર્નિયાના અધિકારીઓ નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યના અધિકારીઓ કહી રહ્યા છે કે નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય ગેરકાયદે છે અને તેના કારણે જ પરિસ્થિતિ વધુ તનાવપૂર્ણ બની રહી છે. કેલિફોર્નિયાના એટોર્ની જનરલ રોબ બોનટાએ સોમવારે કેસની જાણકારી આપતા કહ્યું, કે ‘ડોનાલ્ડ ટ્રમ્પે તમામ હદો પાર કરી દીધી છે. તેમણે ગવર્નર ગેવિન ન્યૂસમની સંમતિ વિના જ સૈનિક તૈનાત કરવાના આદેશ આપ્યા. રાષ્ટ્રપ્રમુખ જાણી જોઈને દેશમાં અરાજકતા અને સંકટ પેદા કરી રહ્યા છે જેથી પોતાના રાજકીય હિત મેળવી શકે.’

કેસમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ રાષ્ટ્રપ્રમુખને સૈનિક મોકલવાનો અધિકાર છે. એવો કોઈ વિદેશી હુમલો કે અમેરિકન સરકાર સામે બળવો હાલ નથી થઈ રહ્યો. જેથી ટ્રમ્પે સૈનિકો મોકલવાનો આદેશ આપી કાયદાનો દુરુપયોગ કર્યો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img